Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 કરોડ રૂપિયા આપો, નહીં તો મારી નાખીશું:અરવિંદ કેજરીવાલને લોરેન્સ ગેંગની ધમકી, AAPના ધારાસભ્ય જરનૈલ સિંહના મોબાઈલમાં કોલ અને મેસેજ આવ્યો

    1 day ago

    આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય જરનેલ સિંહે પોલીસને જણાવ્યું કે લોરેન્સ ગેંગે અરવિંદ કેજરીવાલ પાસેથી 7 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય ગણાવતી એક અજાણી વ્યક્તિએ તેમના ફોન પર અને વોટ્સએપ મેસેજ દ્વારા આ ધમકી આપી છે. તેમની ફરિયાદ પર મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીના તિલક નગરથી AAPના ધારાસભ્ય જરનૈલ સિંહ દ્વારા પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ, 6 નવેમ્બર 2026ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે તેમના પર્સનલ મોબાઇલ નંબર પર એક અજાણ્યા નંબર (+91 74190 30753) પરથી કૉલ અને વૉટ્સઍપ મેસેજ આવ્યો હતો. વૉટ્સઍપ પ્રોફાઇલ પર "~ $H" નામ દેખાઈ રહ્યું હતું. ફરિયાદ મુજબ, આરોપીએ કૉલ અને ટેક્સ્ટ મેસેજમાં ધમકી આપતાં લખ્યું હતું, “લૉરેન્સ ગૅંગમાંથી બોલું છું, અરવિંદ કેજરીવાલને કહી દે 7 કરોડ આપી દે, નહીં તો અરવિંદ કેજરીવાલ અને તેના દીકરી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખીશ.” તેમની ફરિયાદ પર મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. આ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયો મોહાલીના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 7 નવેમ્બર 2026ના રોજ રાત્રે 9:16 વાગ્યે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે અજાણ્યા કૉલર વિરુદ્ધ BNS, 2023ની કલમ 308(4) (ખંડણી માટે મૃત્યુ અથવા ગંભીર ઈજાનો ભય બતાવવો), 351(2), 351(3), 351(4) (ફોજદારી ધમકી), 111(2) (સંગઠિત ગુનો) અને આઈટી ઍક્ટની કલમ 66D હેઠળ કેસ નોંધ્યો છે. કેસની તપાસ ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને સોંપવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે લોરેન્સને લઈને ક્યારે અને શું કહ્યું? ગેંગસ્ટર લોરેન્સને લઈને AAP સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવતા રહ્યા છે. ક્યારેક તેમણે દિલ્હીમાં વેપારીઓ પાસેથી વસૂલાત થઈ રહેલી ખંડણી અને ગોળીબારનો મુદ્દો ઉઠાવ્યો, તો ક્યારેક સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના કથિત નેટવર્ક અને તેને મળી રહેલા રાજકીય રક્ષણ પર સવાલો ઉઠાવ્યા. સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ બાદ ગેંગસ્ટરોનો મુદ્દો ઉઠાવ્યો 15 જૂન 2022ના રોજ દિલ્હીના શહીદ ભગતસિંહ ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ પર લક્ઝરી બસોને રવાના કરવાના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે પંજાબમાં ગેંગસ્ટરો વિરુદ્ધ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા બાદ લોરેન્સને પૂછપરછ માટે તિહાર જેલમાંથી પંજાબ લાવવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે કેજરીવાલે કહ્યું કે અગાઉની સરકારોના કાર્યકાળ દરમિયાન ગેંગસ્ટરો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થતી નહોતી અને તેમને રાજકીય રક્ષણ મળતું હતું. તેમણે કહ્યું કે પંજાબમાં તેમની સરકાર ખોટું કામ કરનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. ધારાસભ્યએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી જરનૈલ સિંહે મોહાલીના SSPને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ એક પ્રમુખ રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમના અને તેમના પરિવાર પર આ પ્રકારનો હુમલો અથવા ધમકી રાષ્ટ્રીય અને જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો છે. તેમણે આરોપીના મોબાઇલ નંબરના કૉલ ડિટેલ રેકોર્ડ (CDR), IP લૉગ અને લોકેશન ટ્રેસ કરીને તેને શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરવાની તેમજ કેજરીવાલ અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    એનવિડિયા CEOના એક નહીં બે-બે અફેર:ચીની સુંદરી પછી હવે મહિલા અધિકારી સાથે સંબંધોનો ખુલાસો, કંપનીની માર્કેટ વેલ્યુ ₹27 લાખ કરોડ ઘટી
    Next Article
    આડાસંબંધમાં અડચણરૂપ બનતા ભાઈનું કાસળ કાઢ્યું:સુરતમાં યુવકનું સગા નાના ભાઈએ દોરીથી ગળું દબાવી દીધુ, દેર-ભોજાઈ દોઢ માસથી હત્યાનું પ્લાનિંગ કરતા હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment