Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરને 7 વર્ષ કેદની સજા:રૂ. 9.60 લાખ રૂપિયા વ્યાજે આપી 48 લાખ રૂપિયાની વસૂલાત કરી, પ્રોમીસરી નોટ અને 10 ચેક લખાવી લીધા હતા

    6 दिन पहले

    વર્ષ 2001માં વ્યાજખોરી, ગેરકાયદેસર ધાક-ધમકી અને ખંડણીના એક કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ હાર્દિક કે. વછરાજાનીએ આરોપીને 7 વર્ષ કેદની સજા ફટકારી છે. 10 લાખ રૂપિયા વ્યાજે આપી 48 લાખ ઉઘરાવ્યા કેસને વિગતે જોતા વર્ષ 2000 માં આરોપીએ ફરિયાદી બંકીમ બ્રહ્મભટ્ટને 4 ટકાના માસિક વ્યાજે 10 લાખનું ધિરાણ કર્યું હતું. જેમાંથી 40 હજાર વ્યાજ પેટે એડવાન્સ કાપીને 9.60 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ ફરિયાદી પાસેથી એક એક લાખ રૂપિયાની 10 પ્રોમીસરી નોટો અને 10 ચેકો લખાવી લીધા હતા. આરોપીએ અઠવાડિક વ્યાજની ગેરકાયદેસર ગણતરી કરી અન્ય આરોપીઓ સાથે મળીને ફરિયાદીના ઘરે તથા ઓફિસે ધાક-ધમકી આપી વ્યાજ અને હપ્તા પેટે કુલ 48 લાખ બળજબરીથી વસૂલ કરી લીધા હતા. આ અંગે DCB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ વર્ષ 2001માં કોર્ટમાં આ કેસના મુખ્ય આરોપી દેવેન્દ્રનાથ ચતુર્વેદી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પૈસાની ઉઘરાણી માટે ફરિયાદી અને તેના પરિવારને સત ભયમાં રાખ્યો આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ઉપસ્થિત રહેલા સરકારી વકીલ વાય. કે. વ્યાસે એવી રજૂઆત કરી હતી કે, રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ ફરિયાદી તથા તેમના પરિવારના સભ્યોને સતત ભયના ઓથાર હેઠળ રાખ્યા હતા. ઉધાર લીધેલી મૂળ રકમ કરતાં અનેક ગણી વધારે રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓએ ગેરકાયદેસર રીતે વધુ નાણાંની માંગણી ચાલુ રાખી ખંડણી ઉઘરાવી હોવાનું રેકોર્ડ પર સાબિત થયું છે. ફરિયાદીએ કોર્ટ સમક્ષ આપેલી જુબાનીને તપાસ કરનાર અધિકારી તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોના મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓથી સંપૂર્ણ સમર્થન મળી રહે છે. આ કેસમાં ફરિયાદીના પિતા દ્વારા પણ રેકોર્ડ પર મહત્વનો પુરાવો આપવામાં આવ્યો છે. ફરિયાદી તેમજ તેમના સમગ્ર પરિવારને આરોપીઓ દ્વારા સતત ભયમાં રાખવામાં આવ્યા હોવાની હકીકત પિતાના પુરાવાથી વધુ મજબૂત બને છે, જે ફરિયાદ પક્ષના કેસને પુષ્ટિ આપે છે. સમાજમાં વ્યાજખોરીના દૂષણને ડામવા અને ફરિયાદીને ન્યાય અપાવવા માટે, ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરવામાં સંપૂર્ણ સફળ રહ્યો હોઈ, આરોપીને કાયદા હેઠળ થતી મહત્તમ સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી દેવેન્દ્રનાથ ચતુર્વેદીને 7 વર્ષ કેદની સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:SP રોડના સિક્સલેનનું કામ 2027માં પૂર્ણ થશે; લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે; SS ડિવાઈન સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના માર્કશીટ-LCની ચોરી
    Next Article
    Ambalal Patel On Monsoon | અંબાલાલ પટેલ કરી ચોમાસા પર મોટી આગાહી | Heavy Rains | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment