Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના માંડવીને મેઘરાજાએ ધમરોળ્યું, 7 ઇંચથી જળબંબાકાર:શેરીઓમાં પણ જોરદાર પૂર, સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતો ખુશ; આજે 95 તાલુકામાં વરસાદ

    19 hours ago

    આજે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 7 ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેવાની સાથે શહેરી વિસ્તારોમાં પણ કમર સુધીના પાણી વહી રહ્યાં છે. અબડાસામાં બે ઈંચ અને મુન્દ્રામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે કચ્છમાં ધોધમારની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. માંડવીમાં નદીની જેમ પાણી વહ્યાં, જુઓ તસવીરો શ્રાવણ મહિનો કોરો રહ્યા બાદ ભાદરવો ભરપૂર રહેવાની આશા શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે થોડી રાહત અનુભવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.38 ટકા વરસાદ વરસી ગયો છે, જ્યારે હજુ પણ 15.62 ટકાની ઘટ વર્તાઈ રહી છે. સૌથી વધુ 50 ટકાની ઘટ કચ્છમાં છે. અમદાવાદના પોશ વિસ્તાર જળબંબાકાર, બોપલ-શેલાને ધમરોળ્યું 14 સપ્ટેમ્બરના રાજ્યના વરસાદની પળેપળની અપડેટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, હાલ રાજ્યમાં લો પ્રેશર, મોંનસૂન ટ્રફ, વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય છે, જેથી વરસાદ વરસી રહ્યો છે. આજે અતિભારે વરસાદની આગાહીને લઈ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    ₹2,000 થી વધુ UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે:કોઈપણ ટ્રાન્ઝેક્શન પર ₹300 થી વધુ લઈ શકશે નહીં; નિયમ 15 ઓક્ટોબરથી લાગુ
    Next Article
    અમદાવાદમાં હવે ગમે ત્યારે ભુવા પડવાની સ્થિતિ બંધ થશે!:3200 કરોડના 25થી 50 વર્ષ જૂની 69 ડ્રેનેજ-ટ્રંક લાઇનોનું રિહેબિલિટેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment