Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત ત્રણ મેચ જીત્યા પછી ચેન્નઈ હાર્યું:લખનઉએ 7 વિકેટે મેચ જીતી, મિચેલ માર્શે 90 રન ફટકાર્યા; આકાશ સિંહે 3 વિકેટ ઝડપી

    1 day ago

    IPL 2026ની રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે જીતવા માટે 188 રનનો ટાર્ગેટ રાખ્યો છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં લખનઉએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા છે. કાર્તિક શર્માએ 42 બોલમાં 71 રન ફટકાર્યા ચેન્નઈની શરૂઆત નબળી રહી હતી અને પાવરપ્લેમાં જ બે મોટી વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ કાર્તિક શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસે ઇનિંગને સંભાળી હતી. કાર્તિકે 42 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે બ્રેવિસે 16 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 70 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ડેથ ઓવર્સમાં શિવમ દુબેએ તોફાની બેટિંગ કરતા 16 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા, જ્યારે પ્રશાંત વીરે 13 રન જોડ્યા હતા. લખનઉ તરફથી ડેબ્યૂ કરી રહેલો આકાશ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 26 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ શમી અને શાહબાઝ અહેમદને 1-1 વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એડન માર્કરમ, મુકુલ ચૌધરી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, મોહમ્મદ શમી, મયંક યાદવ, આકાશ સિંહ અને પ્રિન્સ યાદવ. ઇમ્પેક્ટ પ્લેયર: જોશ ઇંગ્લિસ. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વીલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, સ્પેન્સર જોહ્ન્સન, નૂર અહેમદ અને મુકેશ ચૌધરી. ઇમ્પેક્ટ પ્લેયર: ગુરજપનીત સિંહ.
    Click here to Read More
    Previous Article
    Dr Madhu Chopra learns secrets to avoid dry mouth in summer: ‘Pink in your mouth…and teeth shine’
    Next Article
    LSG vs CSK Highlights, IPL 2026: Marsh, Pooran firework helps Lucknow chase 188 vs Chennai at Ekana

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment