Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલી વન-ડેમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું:કેપ્ટન શુભમન ગિલના નોટઆઉટ 84 રન, ડેબ્યૂટન્ટ ગુરનૂર બરાર અને હર્ષ દુબેએ 3-3 વિકેટ ઝડપી

    1 day ago

    ભારતે પહેલી વન-ડે મેચમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે જ ભારતીય ટીમે ત્રણ મેચની આ વન-ડે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ધર્મશાલામાં વરસાદના કારણે મેચ 25-25 ઓવરની રમાડવામાં આવી હતી. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ 24.5 ઓવરમાં 194 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી રહમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર પ્રદર્શન કરતા માત્ર 48 બોલમાં પોતાની વનડે કરિયરની નવમી સદી ફટકારી હતી. તેણે 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 102 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. 195 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 22.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન શુભમન ગિલે શાનદાર કેપ્ટન ઇનિંગ્સ રમતા 66 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા, જ્યારે કેએલ રાહુલ 39 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ સિવાય નંબર-3 પર ઉતરેલા ઈશાન કિશને પણ 34 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારત તરફથી બોલિંગમાં ડેબ્યૂટન્ટ હર્ષ દુબે અને ગુરનૂર બરારે શાનદાર બોલિંગ કરી હતી અને બંનેને 3-3 વિકેટ મળી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને નીતિશ કુમાર રેડ્ડીએ 2-2 વિકેટ ઝડપી હતી બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ઇકરામ અલીખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સફી, એએમ ગઝનફર, ઝિયા ઉર રહમાન શરીફી.
    Click here to Read More
    Previous Article
    Isha Koppikar shares her period must-haves: ‘Like you carry lipstick’
    Next Article
    14 જૂનનું રાશિફળ:કર્ક, સિંહ, તુલા અને કુંભ જાતકોનો દિવસ સુખ-સમૃદ્ધિથી ભરેલો રહેશે, મેષ જાતકોનો દિવસ મૂંઝવણો અને દ્વિધા વચ્ચે પસાર થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment