Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિણી નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે ધબધબાટી બોલાવશે:7-8 જૂને અતિવૃષ્ટિની આશંકા, 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ; અંબાલાલ પટેલની મોટી આગાહી

    1 day ago

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર 44.7°C મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 44.4°C, રાજકોટમાં 43.6°C, ગાંધીનગરમાં 43.5°C અને ડીસામાં 42.2°C મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ 28.8°C નોંધાયું છે, જે સામાન્ય કરતાં 0.6°C વધુ છે. જ્યારે વડોદરામાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 30.0°C જેટલું ઊંચું નોંધાતાં અસહ્ય બફારાની સ્થિતિ યથાવત્ છે. ગૂરૂવારે દિવસભર કાળઝાળ ગરમી રહ્યાં બાદ સાંજના સમયે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયું બન્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને વરસાદી માહોલ બન્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં આ વર્ષે અંદાજે 90 ટકા વરસાદ થવાની શક્યતા છે. જોકે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં ચોમાસું આગળ વધવા માટેના પરિબળો હાલ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અન્ય રાજ્યોના હવામાનની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 15થી વધુ રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનના 12 જિલ્લામાં વરસાદ પડી શકે છે. યુપીમાં ગરમીને બદલે વરસાદ-વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. શુક્રવારે સવારે લખનઉ, પ્રયાગરાજ, ઝાંસી અને ચંદૌલીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા. હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, જેમાં 6 લોકોના મોત થયા. દરિયાકાંઠાના વિસ્તારો અને મહાનગરો માટે 'હોટ એન્ડ હ્યુમિડ'ની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આજે (29 મે)ના રોજ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારો, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 'હોટ એન્ડ હ્યુમિડ એર' (ગરમ અને ભેજવાળું વાતાવરણ)ને કારણે ભારે અકળામણ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, આગામી 24 કલાક બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 3 થી 5°Cનો મોટો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું કે, ચાલુ વર્ષે રોહિણી નક્ષત્રમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. આગામી 30 અને 31 મેથી લઈને 4 જૂન વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે પ્રી-મોન્સૂન વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. અંબાલાલ પટેલે વીજળી પડવાની ઘટનાઓથી જન-ધનને સુરક્ષિત રાખવા માટે ખાસ કાળજી રાખવાની અપીલ કરી છે. (રોહિણી નક્ષત્રનો ચોક્કસ સમયગાળોઃ દર વર્ષે 24 અથવા 25 મેની આસપાસ સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. તે આશરે 13થી 14 દિવસ સુધી ચાલે છે અને 8 જૂનની આસપાસ પૂર્ણ થાય છે.) 7-8 જૂને અતિવૃષ્ટિની ચેતવણી આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું કે, આગામી 7 અને 8 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ સમયગાળામાં જે વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાશે, ત્યાં સ્થાનિક સ્તરે અતિવૃષ્ટિ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેશે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું વિલંબમાં પડ્યું ચોમાસાની પ્રગતિ અંગે અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, હાલ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું થોડું વિલંબમાં પડ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન ચોમાસાના સાનુકૂળ પવનોને સેટ થવા દેતું નથી. જોકે, કેરળમાં ટૂંક સમયમાં વરસાદ શરૂ થશે, પરંતુ ચોમાસાના સત્તાવાર આગમનની પુષ્ટિ 4 જૂન સુધીમાં થઈ શકે છે. કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે? અંબાલાલ પટેલના જણાવ્યાં અનુસાર, દક્ષિણ ગુજરાત અને પંચમહાલના વિસ્તારોમાં ઉનાળાના અંતમાં મેઘરાજા જોર બતાવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 4 જૂન સુધીમાં 50 mm (આશરે 2 ઇંચ) અને પંચમહાલ જિલ્લામાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. જ્યારે વડોદરા, મહીસાગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 1 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડી શકે છે. અન્ય વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. 48 કલાક પછી વાતાવરણ પલટાશે, હવામાન વિભાગની આગામી આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજના દિવસ સુધી સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે, પરંતુ 30 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. પંજાબથી પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી સર્જાયેલા ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ખાસ કરીને 31 મેના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 1 જૂને અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં આ વર્ષે અંદાજે 90 ટકા વરસાદ થવાની શક્યતા છે. જોકે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં ચોમાસું આગળ વધવા માટેના પરિબળો હાલ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ચોમાસાની પ્રગતિ હવામાનના જણાવ્યાં અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં માલદીવ, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આગામી 2થી 3 દિવસમાં તે બંગાળની ખાડીના બાકીના ભાગો અને આંદામાન સમુદ્રમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ પણ વાંચો… 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, રાજસ્થાનમાં નવતપા વચ્ચે કરા પડ્યા; UPમાં વાવાઝોડું, હમીરપુરમાં પુલ તૂટ્યો, 6નાં મોત ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 15થી વધુ રાજ્યોમાં શુક્રવારે વરસાદનું એલર્ટ છે. મધ્ય પ્રદેશના 6 જિલ્લામાં દિવસ દરમિયાન હીટવેવ ચાલશે, જ્યારે સાંજે વરસાદ સાથે કરા પડી શકે છે. રાજસ્થાનના 12 જિલ્લામાં વરસાદ પડી શકે છે. અહીં વાવાઝોડાનું પણ એલર્ટ છે. ગુરુવારે શ્રીગંગાનગરમાં નૌતપા વચ્ચે સાંજે કરા પડ્યા, પરંતુ અહીં દિવસનું મહત્તમ તાપમાન 47.1°C રહ્યું. યુપીમાં ગરમીને બદલે વરસાદ-વાવાઝોડાનો સિલસિલો ચાલુ છે. શુક્રવારે સવારે લખનઉ, પ્રયાગરાજ, ઝાંસી અને ચંદૌલીમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ થયો. 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા. હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો, જેમાં 6 લોકોના મોત થયા. ઓડિશામાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવા અને વાવાઝોડાથી 3 લોકોના મોત થયા છે. મયુરભંજ, કેઓંઝર, રાઉરકેલા અને અંગુલ જિલ્લામાં 250 થી વધુ ઘરોને નુકસાન થયું. ઘણા વૃક્ષો ઉખડી ગયા. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો- જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે, ચોમાસું શ્રીલંકામાં અટક્યું:કેરળ પહોંચવામાં 7 દિવસ લાગશે; આ વખતે સામાન્યથી પણ 10% ઓછો વરસાદ આવે એવી શક્યતા ગરમીમાં ગેજેટ્સ બ્લાસ્ટ થવાનું જોખમ! નવતપામાં તાપમાન 45°C ની આસપાસ પહોંચી જાય છે. તેની અસર આપણા પર તેમજ આપણા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પણ પડે છે. તે પણ ઓવરહીટ થઈ શકે છે. આ દરમિયાન મોબાઇલ, લેપટોપ, ઇયરબડ્સ કે પાવર બેંક ઝડપથી ગરમ થાય છે. તેનાથી બેટરી ડેમેજ, લો પરફોર્મન્સ કે અચાનક ડિવાઇસ બંધ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સંપૂર્ણ વિગતો અહીં ક્લિક કરીને જાણો…
    Click here to Read More
    Previous Article
    સરકારે કહ્યું-NEET મામલે ખુદ PM મોદી નજર રાખી રહ્યા છે:સુપ્રીમ કોર્ટે કહ્યું- આ ઘટનાઓ યુવાનોને હચમચાવી દે તેવી છે, અમે તેમને નિરાશ કરી શકતા નથી
    Next Article
    જામનગરમાં ગાત્રાળ માતાજીનો નવરંગ માંડવો યોજાયો:દિગ્વિજય પ્લોટ, સુભાષ પરા ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment