Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં 7 અને કામરેજમાં 6 ઈંચ વરસાદ:વીજકરંટ લાગતા 2 યુવકોના મોત; મુંબઈમાં ભારે વરસાદના કારણે 16 ટ્રેન રદ, 15 શોર્ટ ટર્મિનેટ; સોમવારે 160થી વધુ તાલુકામાં વરસાદ

    1 day ago

    દક્ષિણ ગુજરાતમાં સોમવારે ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ અને સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વાપીમાં સાડા સાત ઈંચ, સુરતના કામરેજમાં 6 ઈંચ જ્યારે સુરત શહેરમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં સાંજના સમયે વરસેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુરત મનપાના પાપે લાખો લોકો પરેશાન થયા હતા. રાંદેર વિસ્તારમાં વીજકરંટ લાગતા બે મિત્રોના મોત નિપજ્યા હતા. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય પાલઘર પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલ વ્યવહારને માઠી અસર પડી છે. પશ્ચિમ રેલવે દ્વારા 16 ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે. જ્યારે 15 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. સુરતમાં ધોધમાર વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા સુરતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડેલા માત્ર એક કલાકના ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ધમરોળી નાખ્યું છે, જેના કારણે અઠવાલાઇન્સ, કતારગામ, વરાછા અને અડાજણ સહિતના અનેક વિસ્તારો જળબંબોળ બની ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી રેલવે સેવાને અસર; સુરત- વલસાડ અને વાપી સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક શરૂ મુંબઈમાં વરસેલા અનરાધાર વરસાદ અને ટ્રેક ધોવાઈ જવાના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે, જેના લીધે હજારો મુસાફરો અટવાયા છે. મુસાફરોની સુવિધા માટે સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો પર સ્પેશિયલ હેલ્પ ડેસ્ક અને ખાસ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત-માલદા ટાઉન એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરી તેને પોણા 7 કલાક મોડી (સાંજે 05:15 વાગ્યે) ઉપાડવાનું નક્કી કરાયું છે. જ્યારે અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ અને અજમેર-દાદર સહિતની 7 જેટલી ટ્રેનોને મુંબઈ પહોંચતા પહેલા જ અલગ-અલગ સ્ટેશનો પર ટૂંકાવી (શોર્ટ-ટર્મિનેટ) દેવાઈ છે. આ ઉપરાંત, મધ્ય રેલવેમાં ભૂસ્ખલનને કારણે અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ અને પુણે-ભુજ સહિતની ૩ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા છે. રેલવે પ્રશાસને મુસાફરોને ઘરની બહાર નીકળતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચેક કરી લેવા અપીલ કરી છે…. વાંચો ટ્રેનોના ટૂંકાવેલા રૂટ અને સમયમાં ફેરફારના લિસ્ટ સાથેના સમાચાર ટ્રેક પર પાણી ભરાતા મુંબઈથી ઉપડતી 6 પ્રમુખ ટ્રેનોના સમયમાં ફેરફાર વસઈ રોડ (BSR)-નાલાસોપારા (NSP)-સફાલે (SAH)-કેલવા રોડ (KLV) સ્ટેશનો વચ્ચે ટ્રેક પર ભારે પાણી ભરાઈ જવાને કારણે, આજે (6 જુલાઈ) બાંદ્રા ટર્મિનસ (BDTS) અને મુંબઈ સેન્ટ્રલ (MMCT)થી ઉપડતી ટ્રેનો મોડી ઉપડશે.. અમરેલીના સરંભડા ગામની નદીમાં તણાવાથી યુવકનું મોત અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધારીના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા સરંભડા ગામની નદીમાં અચાનક પૂરનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો, જેમાં ગઈકાલે રાત્રે આશરે 8 વાગ્યે નદીના પટમાં હાજર શરદભાઈ મગનભાઈ કાછડીયા પાણીના તેજ વહેણમાં તણાયા હતા. આ દુર્ઘટના બાદ આજે સવારે 9 વાગ્યે નદીના પટમાંથી શરદભાઈનો મૃતદેહ મળી આવ્યો છે. વલસાડના છીપવાડ રેલવે અંડર પાસમાં પાણીનો ભરાવો વલસાડમાં વરસાદી પાણીનો ભરાવો થતા છીપવાડ રેલવે અંડર પાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલા 44 જેટલા ગામોના લોકો પ્રભાવિત થતા હતા. વલસાડ શહેરમાં શાલક કોલેજ અને નોકરી ઉપર આવતા વાહનચાલકોએ 10 કિલોમીટરનો ચકરાવો ખાવાનો વારો આવ્યો હતો. વલસાડ શહેરમાં પડેલા વરસાદને લઈને વરસાદી પાણીનો ભરાવો થતા વલસાડ નગર પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે. આ પણ વાંચો… અમરેલીમાં ભારે વરસાદી કહેર, ફાયર જવાનો દેવદૂત બન્યા ચોમાસું આગામી 3 દિવસમાં ગુજરાતના વધુ ભાગોમાં આગળ વધશે દેશમાં ચોમાસું સતત પ્રગતિ કરી રહ્યું છે. 5 જુલાઈ સુધીમાં ચોમાસાની ઉત્તરીય રેખા જામનગર, ઉદયપુર, અજમેર, ઝુંઝુનુ, હિસાર અને ભટિંડાથી પસાર થઈ રહી છે. આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના વધુ ભાગો, ગુજરાતના બાકીના વિસ્તારો, રાજસ્થાન તેમજ હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ સંપૂર્ણ સાનુકૂળ બનેલી છે. ગુજરાત પર 5 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય હવમાન વિભાગ મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન અને લો પ્રેશર (ડિપ્રેશન) સહિતની 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ્સની સંયુક્ત અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેથી 27 ટકાની ઘટ છે. આજે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. હાલ દરિયામાં LCS સિગ્નલ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Bengal News: PM मोदी को झालमुड़ी खिलाने वाले दुकानदार को मिली जान से मारने की धमकी । Jhalmudi
    Next Article
    Mumbai-Pune Missing Link reopens after 18-hour disruption amid heavy monsoon; advisory issued for travellers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment