Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનું સુરસુરિયું:ભારતે 7 વિકેટથી હરાવ્યું, 56 રનનો ટાર્ગેટ 8.4 ઓવરમાં ચેઝ કર્યો, કેપ્ટન હરમનપ્રીતે છગ્ગો મારીને જીતાડી

    19 hours ago

    ભારતીય મહિલા ટીમે T20 એશિયા કપમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. તેમણે 56 રનનો ટાર્ગેટ 8.4 ઓવરમાં 3 વિકેટ પર ચેઝ કરી લીધો. કેપ્ટન હરમનપ્રીતે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શનિવારે પાકિસ્તાનની ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાનનો સૌથી લોએસ્ટ સ્કોર છે. પાકિસ્તાનની 8 બેટર્સ ડબલ ડિજિટ સુધી ન પહોંચી શકી પાકિસ્તાનની 8 બેટર્સ ડબલ ડિજિટ સુધી પહોંચી શકી ન હતી. સૌથી વધુ 14 રન શવાલ ઝુલ્ફિકારે બનાવ્યા. ભારતીય ટીમ તરફથી શ્રી ચરણી અને પ્રેમા રાવતને 3-3 વિકેટ મળી. દીપ્તિ શર્માને 2 વિકેટ મળી. બન્ને ટીમની કેપ્ટન્સે હાથ મિલાવ્યો નહીં ટૉસ વખતે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ફરી એકવાર પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ ન મિલાવ્યો. ભારતીય કેપ્ટને 14 જૂને રમાયેલી વુમન્સ T-20 વર્લ્ડ કપની મેચમાં પણ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યો ન હતો. 22 એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલા પછી ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન કરવાની નીતિ જોવા મળી રહી છે. હરમનપ્રીત કેપ્ટન તરીકે 150મી મેચ રમી હરમનપ્રીત કૌર 150મી મેચમાં કેપ્ટનશીપ કરી. તે T20 ઈન્ટરનેશનલમાં આ ઉપલબ્ધિ હાંસલ કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદની શર્મા, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડ. પાકિસ્તાન (PAK): મુનીબા અલી (વિકેટકીપર), શવાલ ઝુલ્ફીકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદફ શમાસ, ફાતિમા સના (કેપ્ટન), ઉમ્મ-એ-હાની, ઈમાન ફાતિમા, તુબા હસન, નશરા સંધુ અને સાદિયા ઈકબાલ. મેચની સ્થિતિ જાણવા માટે નીચેના LIVE બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    UN names November 27 as day against child marriage
    Next Article
    ડોમિનિકન રિપબ્લિકની જોહેરી મોલ બની મિસ વર્લ્ડ 2026:ભારતની નિકિતા પોરવાલ ટોપ-20 સુધી પહોંચી શકી નહીં; સ્પેનની એલિસાબેથ રનર અપ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment