Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 હજારનું હથિયાર 50 હજારમાં વેંચતા:રાજકોટમાં ફાયરિંગ અને હત્યાના બનાવ બાદ 16 ગેરકાયદે હથિયાર અને 30 કાર્ટીસ સાથે 'વેપન કાર્ટેલ'ના 5 શખ્સો ઝડપાયા

    17 hours ago

    રાજકોટ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન થયેલા સરાજાહેર ફાયરિંગ અને હત્યાના બનાવ બાદ રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની કડક સૂચના બાદ, શહેર પીસીબીએ એક મોટી સફળતા મેળવીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતી મધ્યપ્રદેશની 'વેપન કાર્ટેલ'ના નેટવર્કને તોડી પાડ્યું છે. પોલીસે મુખ્ય સપ્લાયર સહિત 5 આરોપીઓને 16 ગેરકાયદે હથિયારો અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા છે. વાંકાનેર ચોકડી પાસે ગોઠવાયેલી વોચમાં મુખ્ય સપ્લાયર ઝડપાયો પીસીબી પીઆઇ મેહુલ ગોંડલીયા, પીએસઆઈ આર.કે.જાડેજા અને પી.બી.ત્રાજીયાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી ગેરકાયદે હથિયાર સપ્લાય કરતો શાતિર ઇસમ સકીલ સાદીક મન્સુરી રાજકોટ-કુવાડવા હાઇવે પર વાંકાનેર ચોકડી પાસે હથિયારોની ડિલિવરી આપવા આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સકીલ મન્સૂરીને દબોચી લીધો હતો. તલાશી લેતા તેની પાસેથી 5 દેશી હથિયાર અને 20 નંગ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. અમદાવાદ હાઇવે પર સકીલ પાસેથી હથિયાર ખરીદવા આવેલા સ્થાનિક સાગરીત જયસુખ ઉર્ફે જેસો વાઘેલાની પણ પોલીસે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં ખૂલ્યા અન્ય સાગરીતોના નામ અને હથિયારોનો જથ્થો પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછના આધારે પોલીસે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં દરોડા પાડીને વધુ 3 આરોપીઓને હથિયારો સાથે દબોચી લીધા હતા. ₹5,000નું હથિયાર ₹50,000માં વેચતા પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી સકીલ મધ્યપ્રદેશના અન્ય બે શખ્સો પાસેથી માત્ર ₹5,000 થી ₹7,000માં હથિયાર ખરીદતો હતો અને સૌરાષ્ટ્રના ગુનેગારોને તે ₹25,000થી ₹50,000 સુધીની ઊંચી કિંમતે વેચતો હતો. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જયસુખ ઉર્ફે જેસો વિરુદ્ધ અગાઉ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન (દારૂબંધી) અને મારામારી સહિત 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ગાવસ્કર ઉર્ફે દર્શન રાજકોટ શહેર અને જિલ્લામાં 2 ગુનાઓમાં સંડોવાયેલો છે. પ્રદિપ કરપડા સામે ચોટીલા અને જસદણ પોલીસ મથકમાં 2 ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ લેશે કસ્ટડી ગઈકાલે રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે આટકોટ વિસ્તારમાંથી મહેશ ઉર્ફે મહાવીર ખાચર નામના શખ્સને બે હથિયારો સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં પણ હથિયારના સપ્લાયર તરીકે સકીલ અને જયસુખ ઉર્ફે જેસાનું નામ ખુલ્યું છે. આથી, આગામી દિવસોમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ આ બંને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. પોલીસના જણાવ્યા મુજબ ગેરકાયદેસર હથિયારો પકડવાની આ ડ્રાઇવ હજુ પણ યથાવત રહેશે, જેથી આગામી સમયમાં વધુ આરોપીઓ અને હથિયારો પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ:સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ માટે બે દિવસમાં 12 મીટરનો 'V' કોલમ ઊભો કરાયો, મુસાફરોને અકસ્માતો અને ભીડથી મુક્તિ મળશે
    Next Article
    Omar Abdullah's "Hiding Behind Court" Jibe At BJP Over Rs 100 Crore Notice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment