Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજુ સેમસને પોતાની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી:7 ચોગ્ગા અને 4 છગ્ગા મારીને 57 રન બનાવ્યા, અભિષેક શર્મા સાથે અફઘાન બોલર્સને ઝૂડ્યા

    18 hours ago

    અફઘાનિસ્તાને ભારતને બીજી T20માં 160 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 112/2 છે. ટીમ તરફથી ઈશાન કિશન અને કેપ્ટન શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. સંજુ સેમસને 22 બોલમાં 57 રન ફટકાર્યા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. તેણે પોતાની T20I કરિયરની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી. તો અભિષેક શર્માએ 19 બોલમાં 39 રન બનાવ્યા. બન્નેને રાશિદ ખાને આઉટ કર્યા. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા. ઇબ્રાહિમ ઝદરાને 37 રનની ઈનિંગ્સ રમી. રાશિદ ખાને 28 અને મોહમ્મદ નબીએ 20 રન બનાવ્યા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહે 2, જ્યારે અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહે એક-એક વિકેટ લીધી. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ લીધી હતી. ત્રણ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
    Click here to Read More
    Previous Article
    UPI Transaction New Rules 2026: ₹2,000 से ज्यादा की UPI Payment पर कितने कटेंगे पैसे?UPI MDR Charges
    Next Article
    મક્કામાં પહેલીવાર મિસાઈલ એટેકનું ઈમરજન્સી એલર્ટ:હુતી વિદ્રોહીઓએ સાઉદી અરબ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment