Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટને ઉનાળામાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળી:સમર શેડ્યૂલમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે

    6 days ago

    રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે. જોકે ઉનાળામાં પણ રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશા ફેલાઈ છે. રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યુ હતુ કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના તમામ એરપોર્ટ પરથી ઉનાળામાં ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઇટ શરૂ થવાની છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરશે. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. જ્યારે ઈન્ડિગો એર લાઇન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક મહિના બાદ રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ શરૂ થઈ જશે એટલે કે એપ્રિલ અંતથી આ ફ્લાઈટ શરૂ થશે. જોકે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉનાળામાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ રહી નથી. જેનું કારણ એ છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રના મિનિસ્ટ્રી હોમ અફેર્સ વિભાગ સમક્ષ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટેની મંજૂરી માગવામાં આવેલી છે. જે હજુ સુધી મળી નથી. આ ઉપરાંત એક પણ એર લાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી નથી. જેને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો લાભ સૌરાષ્ટ્રવાસીઓને આ ઉનાળામાં પણ નહીં મળે. રાજકોટ એરપોર્ટથી 29 માર્ચથી 24 ઓક્ટોબર સુધી 14 ફ્લાઈટ ઉડાન ભરશે ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન 6E 6174/5004 - દિલ્હી - 7.55 - દૈનિક AIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિક 6E 7045/7046 - નવી મુંબઈ - 8.25 - દૈનિક 6E 5156/233 - મુંબઈ - 9.15 - દૈનિક AI 885/886 - દિલ્હી - 10.00 - દૈનિક 6E 956/957 - પુણે - 10.20 - મંગળ, બુધ, ગુરુ, શનિવાર 6E 2284/2283 - મુંબઈ - 13.45 - દૈનિક 6E 6507/6508 - બેંગ્લોર - 15.55 - દૈનિક 6E 273/5271 - મુંબઈ - 16.20 - દૈનિક 6E 6983/6984 - દિલ્હી - 17.50 - દૈનિક AI 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક 6E 2100/2104 - નવી મુંબઈ - 19.35 - દૈનિક 6E 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક 6E 6823/6824 - હૈદરાબાદ - 20.10 - દૈનિક
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટ રમતા બોલ વાગ્યો તો ફાયરિંગ કર્યું, VIDEO:ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ, ફાયરિંગ થતાં પોલીસ કાફલો દોડી ગયો
    Next Article
    Shilpa Shetty Relishes Crispy Samosas And Jalebi In Her Latest Sunday Binge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment