Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:ભાવનગર-સુરેન્દ્રનગર 37°C સાથે સૌથી ગરમ, ભારે પવનની સંભાવનાથી માછીમારો માટે એલર્ટ

    12 hours ago

    છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તાપમાનની વાત કરીએ તો ભાવનગર અને સુરેન્દ્રનગર 37°C સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સક્રિય મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ત્રણ દિવસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવનાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે માત્ર ભરૂચમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું એલર્ટ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 25થી 30 નોટ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 20થી 25 નોટની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખરાબ હવામાન અને તેજ પવનને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 40થી 55 કિમી/કલાક અને વધીને 65 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આગામી બેથી ત્રણ દિવસ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે અને ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિઓમાં થોડો વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં સરેરાશ 20% વરસાદની ઘટ ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાત રિજીયનમાં સામાન્ય કરતાં 13% અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 28% ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં સરેરાશ 20% વરસાદની ઘટ જોવા મળી છે. જો કે, માત્ર જુલાઈ મહિનાની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 76% અને ગુજરાત રિજીયનમાં 63% વધુ વરસાદ થયો છે, જે સમગ્ર રાજ્ય માટે જુલાઈમાં 67% વધુ વરસાદ દર્શાવે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ જુલાઈ દરમિયાન સામાન્ય કરતાં 155% વધુ વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી પાડી:1.42 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ
    Next Article
    પાટણમાં નગરસેવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું:પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા શહેરમાં કરાયું વૃક્ષારોપણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment