Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગુજકેટ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ:7 હજાર વિદ્યાર્થીઓ 29 કેન્દ્રો પર પરીક્ષા આપશે, તમામ બ્લોકને CCTV કેમેરાથી સજ્જ કરાયા

    5 days ago

    રાજ્યની મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષા GUJCET માટે વલસાડ જિલ્લાનું તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. પરીક્ષા પારદર્શક અને ગેરરીતિમુક્ત રીતે યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સંદર્ભે ઝોનલ અધિકારી બિપીન પટેલની અધ્યક્ષતામાં બિલ્ડિંગ કંડક્ટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વલસાડ જિલ્લામાં આ વર્ષે અંદાજે 7,000 વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે. પરીક્ષાના આયોજન માટે જિલ્લામાં કુલ 29 બિલ્ડિંગમાં 352 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. તમામ બ્લોકને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. વિદ્યાર્થીઓની ગ્રુપ મુજબની વિગત જોઈએ તો A ગ્રુપમાં 2,934 વિદ્યાર્થીઓ, B ગ્રુપમાં 4,036 વિદ્યાર્થીઓ અને AB ગ્રુપમાં 30 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જાતિવાર આંકડાઓ મુજબ, 3,343 છોકરાઓ અને 3,657 છોકરીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર પર જ વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે. છોકરાઓનું ચેકિંગ પુરુષ નિરીક્ષકો દ્વારા અને છોકરીઓનું ચેકિંગ મહિલા સ્ટાફ દ્વારા કરાશે. મોબાઈલ સહિત તમામ ઈલેક્ટ્રોનિક સાધનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વર્ગખંડમાં પ્રવેશ સમયે હોલ ટિકિટ અને ફોટાની ચકાસણી ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે તમામ કેન્દ્રો પર પીવાના પાણી, બેઠક વ્યવસ્થા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત, દરેક કેન્દ્ર પર CCTV સુપરવાઈઝર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. વલસાડ શિક્ષણ વિભાગની આ તૈયારીઓ દર્શાવે છે કે, ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં યોજાવવા માટે તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપ બંધ:ઓઈલ કંપની દ્વારા ડીલર પર કેટલાક નિયંત્રણ મૂકાયા, સંચાલકોએ કહ્યું- સ્થિતિ સામાન્ય
    Next Article
    Returning to Bengaluru after spending Eid weekend, 4 Kerala men die as bus rams into divider on Karnataka expressway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment