Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રમાં હનુમાન મંદિરની છત તૂટી, 7નાં મોત:25 લોકો ગંભીર રીતે ઘાયલ; શનિવારનો મહાપ્રસાદ લેવા ભારે ભીડ હતી, હચમચાવતા CCTV

    10 hours ago

    મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં યશવાડી દેવસ્થાનમાં આવેલા હનુમાન મંદિરના હોલની છત તૂટી પડી. અહેવાલો અનુસાર, અહીં મંદિરની બરાબર સામે સભામંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. બપોરના સમયે લોકો પ્રસાદ લઈ રહ્યા હતા. અચાનક મંદિરનું માળખું ધસી પડ્યું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અત્યાર સુધી સભામંડપના કાટમાળમાંથી 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 30થી 40 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જ્યારે 10 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. શનિવાર હોવાને કારણે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદ લેવા માટે ભીડ હતી. પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. દુર્ઘટનાની તસવીરો… સભા મંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું રિપોર્ટ્સ અનુસાર, પરભણીના હનુમાન મંદિરની બરાબર સામે સભા મંડપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ જ સભા મંડપની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. કાટમાળ, સળિયા સહિત પથ્થરો પડતા જ અફરા-તફરી મચી ગઈ. દર્શન માટે આવેલા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા. બચાવ કાર્ય માટે પહોંચેલી જિલ્લા પ્રશાસનની ટીમોએ લગભગ 10 ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    PMએ ઓડિશામાં ₹47,600 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા:પહાડપુરમાં રાષ્ટ્રપતિ મુર્મુના સાસરિયાની મુલાકાત લીધી; ગામને સોલર વિલેજ બનાવવાની જાહેરાત કરી
    Next Article
    આવતીકાલે NEETની રી-એક્ઝામ - તંત્ર સજ્જ:સિંહે મારણ કરેલા યુવકના અંતિમ CCTV, વૃદ્ધને મોઢે ડૂચો દઈ 2.47 કરોડની લુંટ, વરસાદ ખેંચાતા ખેડુતોને 10 વીજળી અપાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment