Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તુર્કીયે જઈ રહેલી ફેરી બોટ દરિયામાં પલટી:7 લોકોનાં મોત અને 24 ગુમ, 270 મુસાફરો સવાર હતા; લોકોએ બોટ ઉપર ચઢીને જીવ બચાવ્યો

    17 hours ago

    મેડિટેરેનિયનનાં દરિયામાં તુર્કીયે જઈ રહેલી ફેરી બોટ રવિવારે પલટી ગઈ. આ ફેરી યુરોપિયન દેશ સાયપ્રસના ઉત્તરીય કિનારેથી 270થી વધુ મુસાફરો સાથે રવાના થઈ હતી. તુર્કીયેના મીડિયા અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. ઉત્તરીય સાયપ્રસના વડાપ્રધાન ઉનાલ ઉસ્તેલે જણાવ્યું કે અત્યાર સુધીમાં 237 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘણા મુસાફરોએ પલટી ગયેલી બોટ પર ચઢીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે, અન્ય 24 લોકોની શોધ માટે બચાવ કામગીરી ચાલુ છે. તેમણે જણાવ્યું કે ખરાબ હવામાન વચ્ચે ફેરી રવાના થઈ હતી અને નીકળ્યાના લગભગ 15 મિનિટ પછી તેમાં પાણી ભરાવા લાગ્યું. આ પછી આ દુર્ઘટના થઈ. રિપોર્ટ અનુસાર, રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે સતત કાર્યરત છે. દુર્ઘટના સંબંધિત તસવીરો… મેડિટેરેનિયનમાં બોટ પલટવાની ઘટનાઓ સામાન્ય -------------- આ સમાચાર પણ વાંચો… ચા પીવા રોકાયા ને બસમાં સવાર તમામ ભારતીયો બચી ગયા:શિક્ષકની સમજદારીથી 1600 બાળકોનો બચાવ, નેપાળ પૂરમાં મોતને માત આપનારી 3 કહાની નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરને કારણે લગભગ 750 લોકોનાં જીવ ગયા, જ્યારે 2,500 લોકો હજુ પણ ગુમ છે. પૂરે મોટા પાયે તબાહી મચાવી અને ઘણા પરિવારો વિખેરાઈ ગયા. આ દર્દનાક દ્રશ્ય વચ્ચે કેટલાક લોકોનાં બચવાની કહાનીઓ પણ સામે આવી છે. કોઈનો જીવ ચા પીવા માટે રોકાઈ રહેવાથી બચ્યો, તો કોઈએ અનેક બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા. વાંચો, નેપાળ પૂરમાં મોતને હરાવનારી આવી જ 3 કહાનીઓ…
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Final: Bengaluru ने जीता IPL, RCB Fans Celebration Viral | RCB vs GT | Virat | Social List
    Next Article
    Why Did Viral Nepal House Survive Flood When Others Fell? X Video Explains

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment