Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસણ ગીરમાં સિંહોનું વેકેશન 7 દિવસ લંબાયું:ચોમાસું ખેંચાતા સાસણ સફારી હવે 23 જૂનથી બંધ થશે, ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક 2 લાખ પ્રવાસીઓની મુલાકાત

    4 days ago

    વિશ્વ વિખ્યાત સાસણ ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં નિયમિત રીતે શરૂ થતું સિંહોનું વેકેશન આ વર્ષે વરસાદના વિલંબને કારણે 7 દિવસ મોડું પડશે. વન વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, હવે સાસણ ગીરમાં 22 જૂનના રોજ અંતિમ સફારી યોજાશે અને 23 જૂનથી વન વિસ્તાર પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે. ચોમાસું ખેંચાવાને કારણે વન વિભાગે વેકેશનનો પિરિયડ ટૂંકાવ્યો છે. આ વર્ષે 22 જૂન સુધી સફારી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારના સેન્ચુરી સુપ્રિટેન્ડેન્ટ અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન સફારીનો અંતિમ દિવસ હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી અને વરસાદ પડ્યો નથી. હાલના તબક્કે અભયારણ્ય વિસ્તારના કાચા રસ્તાઓ સારી સ્થિતિમાં છે અને સફારી વાહનો જઈ શકે તેમ છે. PCCF વાઇલ્ડલાઇફની સત્તાવાર સત્તા હેઠળ, સ્થાનિક પરિસ્થિતિ અને ભૌગોલિક સંજોગોને ધ્યાનમાં રાખીને આ વર્ષે 22 જૂન સુધી જંગલ સફારી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ​ઈકો-ટુરિઝમ અને સ્થાનિક રોજગારી પર ભાર સેન્ચુરી સુપ્રિટેન્ડેન્ટ વ્યાસે વધુમાં ઉમેર્યું હતું કે, "ગીર વિસ્તાર એશિયાઈ સિંહો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં ઈકો-ટુરિઝમના માધ્યમથી સ્થાનિક લોકોને મોટા પાયે રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ સફારી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અહીં આવતા પ્રવાસીઓમાં લાયન કન્ઝર્વેશન (સિંહ સંરક્ષણ) અને બાયોડાયવર્સિટી (જૈવવિવિધતા) પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. વન વિભાગ સ્થાનિક ગાઇડ્સ અને લોકોના સહયોગથી પ્રવાસીઓને ગીરની વિશેષતાઓથી માહિતગાર કરે છે. એક જ વર્ષમાં 2 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા સાસણ ગીરમાં દર વર્ષે ઓક્ટોબર મહિનાથી શરૂ થતી સફારી જૂન મહિના સુધી ચાલતી હોય છે. આ શૈક્ષણિક અને પ્રવાસન વર્ષ દરમિયાન પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો છે. વન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, ઓક્ટોબર 2025થી જૂન 2026 સુધીના સમયગાળામાં 2 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ ગીરના જંગલમાં સફારીની મજા માણી છે અને સિંહોના જીવંત દર્શન કર્યા છે. ગીરમાં પ્રવાસીઓ માટે શું છે મુખ્ય આકર્ષણ? અગ્નિશ્વર વ્યાસના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણ એશિયાટિક સિંહ છે. જો કે, સિંહ ઉપરાંત ગીરમાં સમૃદ્ધ પક્ષી સૃષ્ટિ અને અદભુત કુદરતી લેન્ડસ્કેપ પણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જંગલમાં કુદરતી વાતાવરણ વચ્ચે વિહરતા દીપડા તેમજ અન્ય માંસાહારી વન્યજીવો પ્રવાસીઓને શુદ્ધ વન્યજીવનનો અહેસાસ કરાવે છે. પ્રવાસીઓની સુવિધા માટે સ્થાનિક સ્તરે હોટેલ્સ અને રિસોર્ટની ઉત્તમ વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ છે. ​16 ઓક્ટોબરથી જંગલ ફરી ધમધમશે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન વન્યજીવોના સંવર્ધન અને પ્રજનન કાળ માટે શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે હેતુથી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મુકાય છે. ચાર મહિનાના આ વેકેશન બાદ, ચોમાસું પૂર્ણ થતાં જ આગામી 16 ઓક્ટોબરથી ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અધિક માસ અને સોમવતી અમાસનો મહાસંયોગ:દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું, 39 વર્ષ પછી આવેલા પવિત્ર સંયોગે ભાવિકોએ કર્યું શાસ્ત્રોક્ત સ્નાન
    Next Article
    After rally, memorandum to collector seeks to ‘preserve original identity’ of Bharuch mosque

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment