Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બચ્ચનને ગુજરાતમાં બખ્ખાં, 7 કરોડની જમીનના 210 કરોડ થયાં:ગિફ્ટ સિટી સામે ભવ્ય બિલ્ડિંગ બનાવશે, આરાધ્યાના જન્મ પર રોકાણ ને હવે લક્ષ્મીનો વરસાદ

    2 days ago

    બિગ બીના પરિવારમાં 16 નવેમ્બર, 2011 અને બુધવારે પૌત્રી(આરાધ્ય બચ્ચન) સ્વરૂપે લક્ષ્મીજીનું આગમન થયું. તેના સાત દિવસ બાદ 23 નવેમ્બર અને બુધવારે અમિતાભ બચ્ચને સાત કરોડનું રોકાણ કર્યું અને એ પણ ગિફ્ટ સિટીની સામે શાહપુરમાં. આમ 2011ના નવેમ્બરના બે બુધવારે બચ્ચન પરિવાર માટે લક્ષ્મીને આવકારતા દરવાજા ખુલ્યા હતા. હવે જાન્યુઆરી 2026ના બુધવારે અભિષેક બચ્ચને આ જમીન પર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવા માટે લોટસ ડેવલપર્સ સાથે એગ્રીમેન્ટ કર્યો છે. આ કરાર મુજબ ડિઝાઈન અને પ્લાનિંગ તથા બાંધકામ લોટસ ડેવલપર્સ કરશે અને જમીન બચ્ચન ફેમિલીની રહેશે. ઉલ્લેખનીય છે કે, 7 કરોડમાં ખરીદેલી 23,169 સ્કવેર મીટર એટલે કે, 5.72 એકર(14 વીઘા) જમીન અંદાજે 210 કરોડની થઈ ગઈ છે. બિગ બીની જમીન પાસે રહેતા દિનેશ ઠાકોરે કહ્યું કે, અહીં વીઘાના 15 કરોડ ચાલે છે. આમ 14 વર્ષમાં 203 કરોડનો તોતિંગ નફો થયો છે. આ પ્રોજેક્ટનો કુલ બિલ્ટ-અપ એરિયા 10 લાખ સ્ક્વેર ફૂટથી વધુ રહેશે. પ્રોજેક્ટનું વિકાસ કાર્ય કંપનીની સહાયક સંસ્થા રાઈઝ રૂટ પ્રોજેક્ટ્સ પ્રા.લિ.દ્વારા કરાશે. જેમાં અભિષેક બચ્ચન સાથે પ્રોફિટ શેરિંગ કરવામાં આવશે. આ અલ્ટ્રા લક્ઝરી મિક્સ્ડ-યુઝ પ્રોજેક્ટમાં પ્રીમિયમ રિટેલ સ્પેસ, ગ્રેડ-એ કોમર્શિયલ ઓફિસીસ અને હાઇ-એન્ડ રેસિડેન્શિયલ યુનિટ્સનો સમાવેશ થશે. ફ્રીહોલ્ડ જમીન પર વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટ લોટસ ડેવલપર્સ માટે ગુજરાતમાં પ્રથમ પ્રોજેક્ટ રહેશે. જો કે 2022માં પણ આ જમીન પ્રોજેક્ટ માટે પ્રયાસો થયા હતા. પરંતુ તે પ્રોજેક્ટ વાતચીતથી વધુ આગળ ધપી શક્યો નહોતો. આ ડીલને લઈ દિવ્ય ભાસ્કરે જે જગ્યાએ અમિતાભ બચ્ચનની જમીન આવેલી છે ત્યાં પહોંચ્યું હતું. તેમજ શાહપુરના સ્થાનિકો સાથે પણ વાત કરી હતી. પ્રીમિયમ અને અલ્ટ્રા લક્ઝરી રહેણાંક તથા કોમર્શિયલની માંગ વધી: આનંદ પંડિત લોટસ ડેવલપર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ કે. પંડિતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ઝડપથી વૈશ્વિક ફાયનાન્સ અને બિઝનેસ હબ તરીકે વિકસી રહ્યું છે. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રગતિશીલ નીતિઓ અને દેશ-વિદેશના રોકાણકારોની વધતા રસના કારણે અહીં પ્રીમિયમ અને અલ્ટ્રા લક્ઝરી રહેણાંક તથા કોમર્શિયલ સ્પેસની માંગ વધી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટનું કામ શરૂ થયા બાદ ચાર વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે. હાલ લોટસ ડેવલપર્સે 4.2 લાખ સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયાના ચાર પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. જ્યારે 6 પ્રોજેક્ટ ચાલુ છે અને 12 આવનારા પ્રોજેક્ટ્સ સાથે કુલ 27.6 લાખ સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા વિકસાવવાની તૈયારીમાં છે. અમારું ગામ તો સમગ્ર ભારતમાં એક નંબરનું ગામ બનવાનું છે: એચ.કે.પટેલ ગિફ્ટ સિટીમાં આ પ્રોજેક્ટ શરૂ થવાનો છે. જેને લઈને શાહપુર ગામના આગેવાન એચ.કે.પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે,નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીમાં અમિતાભ બચ્ચને શાહપુર ગામમાં જમીન ખરીદી છે. જેમાં તેઓ સારા ફ્લેટ બનવવાના છે તો ચોક્કસ પણે આ વિસ્તારનો વિકાસ થવાનો છે એ ફાઇનલ છે, પંદર વર્ષ પહેલા અને હાલમાં જમીનના ભાવ પણ વધ્યા છે અને બીજી કંપની પણ અહીં રોકાણ કરી રહી છે અને અમારું ગામ તો સમગ્ર ભારતમાં એક નંબરનું ગામ બનવાનું છે અને અમારા ગામનો પણ વિકાસ થયો છે. આ પણ વાંચો: ગિફ્ટ સિટીની આસપાસ ક્યાં જમીન લેવાય? ‘ગિફ્ટ સિટી બન્યા પછી અમારા ગામનો વિકાસ થયો છે’ તેમજ શાહપુર ગામના વતની પ્રજાપતિ રજનીકાંત રમેશભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું ખેતીનો વ્યવસાય કરું છું અને ગિફ્ટ સિટી બન્યા પછી અમારા ગામનો વિકાસ થયો છે અને ગિફ્ટ સિટીમાં જોબ કરતા લોકો પણ ગામમાં ભાડેથી રહે છે. જેને લઈને ગામની પણ આવક વધી છે. અમારા ગામમાં કોઈ મકાન ખાલી નથી અને ભવિષ્યમાં પણ ગામનો વિકાસ થશે. ‘વસ્તીને રોજગારી મળી રહી છે, ધંધા ઉદ્યોગ સારા ચાલે છે’ તેમજ અન્ય એક ગામના નાગરિક પટેલ રમેશભાઈ જીવાભાઈએ જણાવ્યું કે, ગિફ્ટ સિટી બન્યા પછી અમારા ગામમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ગામની ઉન્નતિ વધી રહી છે અને વસ્તીને રોજગારી મળી રહી છે, ધંધા ઉદ્યોગ સારા ચાલે છે અને ગિફ્ટ સિટીમાં નોકરી કરતા લોકો આજુબાજુના ગામમાં રહે છે જેને લઈને આવક વધી છે, અને અહીંયા અમિતાભ બચ્ચન પ્રોજેક્ટ શરૂ કરે છે. જેને લઈને અન્ય લોકો પણ આવશે અને ભવિષ્યમાં ચોક્કસથી ફાયદો થશે. જે ઇન્વેસ્ટરો રોકાણ કરશે તેને ખૂબ ફાયદો થવાનો છે: બિલ્ડર તેમજ બિલ્ડર હેમલ પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં અમિતાભ બચ્ચન જે પ્રોજેક્ટ લાવી રહ્યા છે તેનાથી ગિફ્ટ સિટીને ઘણો ફાયદો થશે સાથે સાથે જે ઇન્વેસ્ટરો છે તે રોકાણ કરશે તેમાં ખૂબ ફાયદો થવાનો છે અને મૂળ તો નરેન્દ્ર મોદીનો જે આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને એમાં સરકાર એ પણ સારો એવો ફાળો આપ્યો છે મેટ્રોની કનેક્ટિવિટી, રિવરફ્રન્ટ પણ ટૂંક સમયમાં શરૂ થશે અને જે રિંગ રોડ આવશે તે પણ ગિફ્ટ સિટીને ટચ થઈને નીકળશે તો આનાથી જેટલા પણ ઈન્વેસ્ટર આવશે તેમને ઘણો ફાયદો થવાનો છે. આ જમીન 2011માં ચાંદલોડીયાના વિરમભાઈ રૂડાભાઈ ગમારા પાસેથી ABCLના એમ.ડી.રાજેશ રિષિકેશ યાદવે બચ્ચનના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે ખરીદી હતી. હાલ એગ્રીમેન્ટ પણ એમના નામનો જ થયો છે.
    Click here to Read More
    Previous Article
    ગ્લોબલ લીડર, ગુજરાત ને મોદી:જર્મન ચાન્સેલર અમદાવાદના અતિથિ બનશે; મોદી PM બન્યા ત્યારથી અત્યાર સુધી જિનપિંગ, ટ્રમ્પથી લઈ 19 વિદેશી નેતા ગુજરાત આવ્યા
    Next Article
    સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં આજે વડાપ્રધાન જોડાશે:ગઝનવીના હુમલાના 1 હજાર વર્ષ, મંદિરનાં જીર્ણોદ્ધારની રજત જયંતિ; રાત્રે 3 હજાર ડ્રોનથી મહાદેવની ગાથા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment