Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી-સમરસ છાત્રાલયોમાં પ્રવેશનો નિર્ણય 7 જુલાઈએ:15,618 બેઠકો માટે ઓનલાઈન મેરિટ યાદી સવારે 11 વાગ્યે જાહેર થશે

    1 day ago

    રાજ્યની સરકારી અને સમરસ છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ મેળવવા આતુર હજારો વિદ્યાર્થીઓનો ઈંતજાર હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા (7 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. ગાંધીનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડૉ. મનિષા વકીલની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરાશે. મેરિટ જાહેર કરવાની કાર્યવાહી સોશિયલ મીડિયા મારફતે લાઈવ પ્રસારિત કરવામાં આવશે, જેથી રાજ્યભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરે બેઠા જ સમગ્ર પ્રક્રિયા નિહાળી શકશે. 15,618 બેઠકો માટે મેરિટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત કુલ 162 સરકારી અને સમરસ છાત્રાલયોની 15,618 બેઠકો માટે મેરિટના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. અગાઉ ઓનલાઈન અરજીઓ મંગાવ્યા બાદ હવે અંતિમ તબક્કે મેરિટ જાહેર કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ અને પારદર્શક રાખવામાં આવી હોવાથી અરજદારોને સરળતા અને વિશ્વસનીયતા બંનેનો લાભ મળશે. છાત્રાલયોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન વિભાગના જણાવ્યા મુજબ અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક કચેરી, વિકસતી જાતિ કલ્યાણ નિયામક કચેરી તેમજ ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી સંચાલિત છાત્રાલયોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારનું માનવું છે કે, આ યોજનાથી અંતરિયાળ વિસ્તારો તેમજ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેઠાણની સુવિધા ઉપલબ્ધ થતાં તેમના શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે.
    Click here to Read More
    Previous Article
    પદાધિકારીઓ ના ફોટો સેશન સામે કમિશનર એક્શનમાં:જૂનાગઢમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર: કમિશનર પ્રભવ જોષી એક્શનમાં, બેદરકાર એન્જિનિયર સસ્પેન્ડ અને કોન્ટ્રાક્ટરને સવા બે લાખનો દંડ કરાયો.
    Next Article
    Gujarat Breaking News | 8 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment