Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા સુધી રામનામની ગુંજ:7 અખાડા, 15 ટ્રેકટર અને 12 ઉંટ લારી સાથે શોભાયાત્રા શરુ, 7 કિ.મીનો રૂટ દિલ્હી દરવાજા પાસે પૂર્ણ થશે

    11 hours ago

    આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ દ્વારા અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પ્રેમ દરવાજા સરયુ મંદીર પ્રેમદરવાજાથી પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા નિયત કરેલા આશરે 7 કિ.મીનો રૂટ પુર્ણ કરીને દિલ્હી દરવાજા પાસે પૂર્ણ થશે. જેમાં મુખ્ય આકર્ષણ 7 અખાડા, 15 ટ્રેકટર, 12 ઉંટ લારી, વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખી અને ટેબ્લો રહેશે. બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક મા. શ્રી કિસનજી પ્રજાપત અને ક્ષેત્રિય મંત્રીશ્રી મા. અશ્વિનના હસ્તે આ શોભાયાત્રાની શરૂઆત થશે. આ શોભાયાત્રા સરયુ મંદિર પ્રેમ દરવાજાથી પ્રસ્થાન ત્યાંથી ઈદગાહ સર્કલ, દરિયાપુર દરવાજા, વાડીગામ, દરિયાપુર તંબુ ચોકી, દરિયાપુર ટાવર, કડિયાનાકા, દિલ્હી ચકલા, પિત્તળિયા બંબા, ઘી કાંટા પોલીસ ચોકી, નવતાડ ચોક, દૂધવાળી પોળ, રેંટિયાવાડી ચાર રસ્તા, બી.એસ.એન.એલ. ઓફિસ, સ્વામિનારાયણ મંદિર નાગોરીવાડ, ભોઇવાડા, ઘાંચી ઓળ, હલીમની ખડકી, શાહપુર દરવાજા, આંબેડકર ચોક શાહપુર, લાલાકાકા હોલ, ધોબીઘાટ ચાર રસ્તા, વાટિકા ફ્લેટ, માધુપુરા પોલીસ સ્ટેશન, મહેંદીકુવા ચાર રસ્તા, બીજી ટાવર અડવાણી માર્કેટની બહાર શ્રી રામજી મંદિરે યાત્રાની પૂર્ણાહુતિ થશે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | Indian Railways hits new milestone; train reaches 180 kmph speed on Grand Chord section
    Next Article
    Iran USA War LIVE | અમેરિકામાં હાહાકાર! સળગવા લાગ્યું | Trump | Iran War | India | USA | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment