Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાં વનસ્પતિ ઘી ભેળવેલું 7 હજારથી વધુ લિટર દૂધ ઝડપાયું:120 કિલો વનસ્પતિ ઘી-15 કિલો દૂધ પાવડર જપ્ત, હ્રદય રોગને ખુલ્લું આમંત્રણ, અસલી-નકલીને આ રીતે ઓળખો

    1 day ago

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે સ્થાનિક પોલીસના નાક નીચે ભેળસેળવાળું દૂધ બનાવતી ડેરી પર રેડ કરીને હજારો લિટર શંકાસ્પદ દૂધ ઝડપી પાડ્યું છે. રેન્જ આઈજીની ટીમે હરિપર ગામે 7150 લિટર શંકાસ્પદ ભેળસેળવાળા દૂધનો નાશ કર્યો છે અને સાથે સ્થળ પરથી 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યો છે. આ ઘટનામાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે, જે આ શંકાસ્પદ દૂધને અસલી દૂધ તરીકે વેચવાની ફિરાકમાં હતા. 6 શખ્સોના ઘરે અને આસપાસની ડેરીમાં રેડ રેન્જ આઈજીની ટીમે હરિપર ગામે રહેતા અટકાયત કરાયેલા 6 શખ્સોના ઘરે અને તેમના ઘરની આસપાસ ડેરીઓમાં રેડ કરી હતી. રેડ દરમિયાન 7150 લિટર શંકાસ્પદ ભેળસેળવાળા દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું. રેડ દરમિયાન ઝડપાયેલા દૂધમાંથી ફૂડ સેફટી ઓફિસરે નમૂના લઈને FSLમાં પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે, જ્યારે 7150 લિટર શંકાસ્પદ ભેળસેળવાળા દૂધનો પર્યાવરણને નુકસાન ન થાય એવી જગ્યાએ નાશ કરવામાં આવ્યો છે. ભેળસેળવાળા દૂધની નદીઓ વહી પાંચ પિકઅપ વાહનોમાં આશરે 50થી વધુ કેન ભરીને આ 7150 લિટર શંકાસ્પદ દૂધ નાશ કરવા માટે લાવવામાં આવ્યું હતું. આ તમામ કેનમાંથી શંકાસ્પદ દૂધ ઢોળીને નાશ કરતાં આ જગ્યાએ નકલી દૂધની નદી વહી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. હરિપર ગામના આ 6 શખ્સોની અટકાયત વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના મિશ્રણથી નકલી દૂધનું પ્રોડકશન ઘટનાસ્થળેથી 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે, જેના મિશ્રણથી આ ભેળસેળવાળું દૂધ બનાવવામાં આવતું હતું. આ ઉપરાંત અન્ય કોઈ પ્રવાહી કે કેમિકલનો ઉપયોગ થતો હતો કે નહીં તેનો ઘટસ્ફોટ FSL રિપોર્ટમાં થશે. હાલ રેન્જ આઈજીની ટીમ આગળની કાર્યવાહી કરવા માટે FSL રિપોર્ટની રાહમાં છે. ભેળસેળવાળું દૂધ પીવાથી આરોગ્યને ગંભીર નુકસાન ભેળસેળવાળું દૂધ પીવાથી મનુષ્યના આરોગ્યને ટૂંકા ગાળે અને લાંબા ગાળે શરીરને ઘણા ગંભીર નુકસાન અને સ્વાસ્થ્ય જોખમો થઈ શકે છે. આવા દૂધમાં રહેલી ભેળસેળવાળી વસ્તુઓ દરેક માટે નુકસાનકારક છે, પરંતુ કેટલાક લોકોમાં તેની અસર ઝડપથી અને વધુ ગંભીર બની શકે છે. આવું દૂધ પીવાથી પેટમાં દુખાવાથી લઈને કિડની અને લીવરને અસર થઈ શકે છે અને વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. ગંભીર કિસ્સાઓમાં હૃદયરોગ સુધીની પણ તકલીફ થઈ શકે છે. ગ્રાફિકમાં જુઓ, ઘરે સિન્થેટિક દૂધની ઓળખ કેવી રીતે કરવી? દૂધ ખરીદતી વખતે સાવચેતી ભેળસેળવાળા અથવા ખરાબ ગુણવત્તાવાળા દૂધથી બચાવી શકે છે. જો તમે ડેરી કે દૂધ વિક્રેતા પાસેથી ખુલ્લું દૂધ ખરીદો છો, તો ફક્ત ભરોસાપાત્ર સ્ત્રોત પાસેથી જ લો. દૂધની ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો. ભેલસેળવાળા દૂધની ઓળખ માત્ર સ્વાદ, સ્મેલ અથવા રંગ જોઈને નથી થઈ શકતી. તેના માટે લેબ ટેસ્ટ જરૂરી છે. જોકે સ્વાદ, સ્મેલથી શરૂઆતી અંદાજો મળે છે. તેથી શંકા હોય તો તરત જ ફરિયાદ કરો.
    Click here to Read More
    Previous Article
    राखी पर बहन को दें 500 रुपये तक में ये 5 शानदार गिफ्ट, चेहरे पर आ जाएगी मुस्कान, डेली लाइफ में भी आएंगे काम
    Next Article
    સિટીબસના ચાલકે પાર્ક થયેલી બાઈકને અડફેટે લીધી, CCTV:ચાલક હાજર ન હોય જાનહાનિ અટકી, ડ્રાઈવરને પેનલ્ટી ફટકારવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment