Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતીઓ માટે રાહતના સમાચાર:રાંદેર વિયર-કમ-કોઝવે 69 દિવસ બાદ ફરી શરૂ થયો; સુરતીઓને 3-4 કિમીના લાંબા ફેરામાંથી મુક્તિ મળી

    8 hours ago

    સુરતમાં ચોમાસા દરમિયાન તાપી નદીમાં પાણીની ભારે આવકને કારણે સુરક્ષાના ભાગરૂપે બંધ કરાયેલો રાંદેર સ્થિત ઐતિહાસિક વિયર-કમ-કોઝવે 69 દિવસ બાદ વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકાયો છે. વરસાદનું જોર ઘટતાં અને જળસ્તર ભયજનક સપાટીથી નીચે ઉતરતાં સુરત મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. જેનાથી સ્થાનિક વાહનચાલકોને 3 થી 4 કિમીના લાંબા ફેરામાંથી મોટી રાહત મળી છે. તાપીમાં જળસ્તર ઘટતાં કોઝવે ખોલાયો ચોમાસામાં ઉપરવાસમાંથી તાપી નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડાતું હતું. પાણીની સતત આવકથી કોઝવેની સપાટી ભયજનક સ્તરે પહોંચી હતી. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષા અર્થે તેને સવા બે મહિનાથી વધુ બંધ રાખ્યો હતો. હાલમાં સુરત શહેર અને ઉપરવાસમાં વરસાદનું જોર નહિવત બન્યું છે. તાપી નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જળસ્તર ઘટતાં પાલિકાના ઇજનેરી વિભાગે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. માર્ગ પરથી કાદવ-કચરો દૂર કરાવી વાહનવ્યવહાર શરૂ કરવાની લીલી ઝંડી અપાઈ છે. વાહનચાલકોને સમય-ઇંધણના વ્યયથી મુક્તિ કોઝવે સતત 69 દિવસ સુધી બંધ રહેતાં હજારો નાગરિકોને મુશ્કેલી પડી હતી. રાંદેર, અડાજણ, ચોકબજાર અને કતારગામ તરફ જતા વાહનચાલકોને ભારે અગવડતા થતી હતી. લોકોને રોજના કામકાજ માટે અન્ય વૈકલ્પિક બ્રિજ પરથી જવું પડતું હતું. વાહનચાલકોને 3 થી 4 કિલોમીટરનો વધારાનો ચકરાવો લગાવવો પડતો હતો. લાંબા અંતરના કારણે લોકોનો કિંમતી સમય અને ઇંધણ બગાડ થતો હતો. કોઝવે શરૂ થતાં જ અન્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે. સ્થાનિક નાગરિકોને સીધો અને ઝડપી માર્ગ મળતાં ભારે રાહત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ:જમીનની ફળદ્રુપતા વધારવા, ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી અપનાવવા જાણકારી આપી
    Next Article
    લીમખેડામાં પોષણ ઉત્સવ યોજાયો: આંગણવાડી કાર્યકરો અને મહિલાઓ જોડાઈ:કુપોષણ નાબૂદી માટે સ્થાનિક ધાન્ય અને વાનગીઓનું પ્રદર્શન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment