Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 68.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:સાયલાના સુદામડા ગામે LCBએ દરોડો પાડ્યો, દારૂ સાથે બે આરોપીને ઝડપ્યાં

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાંથી રૂ. 68.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સરકારી ખરાબામાંથી 9540 નાની-મોટી બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 53.64 લાખ), એક ટ્રક (કિંમત રૂ. 15 લાખ) અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) સહિત કુલ રૂ. 68,74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે LCBને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCB ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાએ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. બાતમીના આધારે સાયલાના સુદામડા ગામની સીમમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં સાજીદ અહેમદખાન અને હાકમખાન ઉમરમહમદખાનનો સમાવેશ થાય છે, જેઓ હરિયાણા રાજ્યના નુહ જિલ્લાના ફિરોઝપુર તાલુકાના શેખપુર ગામના રહેવાસી છે. આ ગુનામાં ટ્રકના માલિક, દારૂનો જથ્થો મોકલનાર ઇસમ, દારૂ મંગાવનાર ઉદયભાઈ દાદભાઈ કરપડા (રહે. કળમાદ, તા. મુળી) અને હોટલ ખાતે દારૂ ભરેલી ટ્રક પહોંચાડનાર અજાણ્યા ઇસમની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. અજયસિંહ ઝાલા, દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. કૃણાલસિંહ ઝાલા, વજાભાઇ સાનીયા, મહેન્દ્રભાઈ દાદરેસા, ગીરીરાજસિંહ જાડેજા, મેહુલભાઇ મકવાણા અને ડ્રા.પો. કોન્સ. પ્રધ્યુમસિંહ પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    Chhattisgarh man died by suicide after ‘threatening call from police’ — then came a twist
    Next Article
    Iran May Allow Oil Tankers Through Hormuz, But There's A China Catch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment