Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ 6.82 કિલો હેરોઈન દાણચોરી કેસ:તમિલનાડુથી પનીરસેલ્વમ સિંગારાવેલુની ધરપકડ, દાણચોરી સિન્ડિકેટ સાથે વધુ વ્યક્તિઓની સંડોવણીનો ઘટસ્ફોટ

    9 hours ago

    અમદાવાદ કસ્ટમ્સ અને ડીઆરઆઈ (DRI) એ એક સંયુક્ત કાર્યવાહીમાં, 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા 6.82 કિલો હેરોઈન કેસના મુખ્ય કાવતરાખોર પનીરસેલ્વમ સિંગારાવેલુની 24 એપ્રિલે તમિલનાડુના કુડ્ડલોરથી ધરપકડ કરી છે. 'ઓપરેશન ઈગલ ટ્રેપ' હેઠળ હાથ ધરાયેલી આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરી સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવાનો છે. ઓપરેશન ઈગલ ટ્રેપ અને ધરપકડ અમદાવાદ એરપોર્ટ પર અગાઉ જપ્ત કરાયેલા હેરોઈન અને ગાંજાના જથ્થાના સંદર્ભમાં કસ્ટમ્સ વિભાગ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે દાણચોરી રેકેટનો મુખ્ય આરોપી તમિલનાડુમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે અમદાવાદ કસ્ટમ્સ, ડીઆરઆઈ અને કુડ્ડલોર કસ્ટમ્સ ડિવિઝનના અધિકારીઓએ સંયુક્ત રીતે 'ઓપરેશન ઈગલ ટ્રેપ' હાથ ધર્યું હતું. આ ઓપરેશન દ્વારા 24મી એપ્રિલે 46 વર્ષીય પનીરસેલ્વમ સિંગારાવેલુને કુડ્ડલોર જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. કોર્ટ કાર્યવાહી અને તપાસનો દોર ધરપકડ બાદ આરોપીને સ્થાનિક કુડ્ડલોર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ, 25 એપ્રિલે કસ્ટમ્સની ટીમ આરોપીને વધુ તપાસ માટે અમદાવાદ લઈ આવી હતી. અમદાવાદમાં થયેલી સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ આ સિન્ડિકેટમાં સામેલ અન્ય વ્યક્તિઓના નામ અને તેમની ભૂમિકા અંગે મહત્વના ખુલાસા કર્યા છે. અમદાવાદની કોર્ટે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કસ્ટમ્સ વિભાગ હાલ આ રેકેટમાં સામેલ અન્ય તમામ કાવતરાખોરોને ઓળખવા અને આ આખા નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ ચલાવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Meet the Galapagos Finch that drinks blood to survive
    Next Article
    મોટા વરાછામાં ટ્રાફિકમાં અવરોધરૂપ વર્ષો જૂના કબ્રસ્તાન પર ચાલ્યું બુલડોઝર:વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત બાદ 80 ફૂટનો રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ, લાખો વાહનચાલકોને મળશે રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment