Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનના કુમામોટોમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ:48 હજાર ઘરોમાં વીજળી ગુલ, રસ્તાઓ તૂટ્યા; સુનામીનો ભય ટળ્યો

    1 day ago

    જાપાનના દક્ષિણી દ્વીપ ક્યુશૂના કુમામોટોમાં મંગળવારે 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ પહેલાં ભૂકંપની તીવ્રતા 7.1 દર્શાવવામાં આવી હતી. જાપાન હવામાન એજન્સી (JMA)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કુમામોટોના દરિયાકાંઠાના શહેર ઉટો નજીક 10 કિમીની ઊંડાઈએ હતું. શરૂઆતી આંચકાઓ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી, જેને પાછળથી પરત ખેંચી લેવામાં આવી હતી. ભૂકંપના આંચકાઓને કારણે 48,300થી વધુ ઘરોનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ કંપની ક્યુશૂ ઈલેક્ટ્રિક પાવરે જણાવ્યું કે વીજળી પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે. ભૂકંપને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. ઘણી જગ્યાએ આગ લાગવાની અને લોકો ઘાયલ થવાના પણ અહેવાલો છે. રાહત અને બચાવ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જાપાન હવામાન એજન્સી (JMA)એ લોકોને ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો સુધી આફ્ટરશોક્સ આવી શકે છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભૂકંપને લગતા ફુટેજ… જાપાન ભૂકંપ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો…
    Click here to Read More
    Previous Article
    Parliament Monsoon Session 2026 Day 7 Live Updates: In Parliament debate on anti-exam leak law, Akhilesh Yadav’s Ram Temple dig
    Next Article
    અખિલેશે કહ્યું- પ્રધાનને હટાવીને પ્રધાનમંત્રીને બચાવી લીધા:મંદિરનું દાન બચાવી શક્યા નથી, તે પેપર લીક કેવી રીતે બચાવશે, કોંગ્રેસના સવાલ-પેલેટ ગનના આદેશ કોણે આપ્યા?

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment