Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં મામલતદાર સંવર્ગનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરાયું:મહેસૂલ વિભાગે 673 જગ્યા મંજૂર કરી, નવા હોદ્દા ઊભા કરવા સરકારની મંજૂરી જરૂરી

    2 days ago

    ગુજરાત સરકારે મામલતદાર, વર્ગ-2 સંવર્ગનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરવા અંગે મહત્ત્વનો ઠરાવ કર્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે 28 ઓક્ટોબર, 2026ના રોજ ઠરાવ બહાર પાડીને મહેસૂલ વિભાગ અને અન્ય વિભાગો હેઠળની મામલતદાર સંવર્ગની જગ્યાઓનું સંખ્યાબળ નિર્ધારિત કર્યું છે. આ ઠરાવ મુજબ સંવર્ગની મૂળ જગ્યાઓ, કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ અને પ્રતિનિયુક્તિની જગ્યાઓ સહિત કુલ 673 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. ત્રણ કેટેગરીમાં 673 જગ્યાઓનું વર્ગીકરણ મહેસૂલ વિભાગના ઠરાવમાં મામલતદાર, વર્ગ-2 સંવર્ગની જગ્યાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. તેમાં સંવર્ગની મૂળ જગ્યાઓ માટે 540, કાયમી પ્રતિનિયુક્તિની જગ્યાઓ માટે 118 અને પ્રતિનિયુક્તિની જગ્યાઓ માટે 15 જગ્યાઓનો સમાવેશ થાય છે. આમ, ત્રણેય કેટેગરીની કુલ 673 જગ્યાઓનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવ્યું છે. સરકારે આ જગ્યાઓની વિગતો ઠરાવ સાથે જોડવામાં આવેલા એનેક્ષર-1થી એનેક્ષર-3માં દર્શાવી છે. તેમાં મહેસૂલ વિભાગ ઉપરાંત વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓમાં મામલતદાર સંવર્ગના અધિકારીઓ માટેની જગ્યાઓનો સમાવેશ થાય છે. તાલુકાથી લઈને કલેક્ટર કચેરી સુધીની જગ્યાઓનો સમાવેશ ઠરાવના એનેક્ષર-1માં મહેસૂલ વિભાગ હેઠળની મૂળ જગ્યાઓની વિગતો આપવામાં આવી છે. તેમાં તાલુકાઓમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની 264 જગ્યાઓ તથા શહેરી વિસ્તારોમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની 44 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાની કલેક્ટર કચેરીઓમાં મામલતદાર, મામલતદાર-1, ચિટનીસ, એક્સ્ટ્રા ચિટનીસ, એડિશનલ ચિટનીસ અને પબ્લિક રિલેશન ઓફિસર સહિતની જગ્યાઓનો પણ સમાવેશ થાય છે. iORA, મહેસૂલ નિરીક્ષણ તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાહત અને અન્ય કામગીરી સાથે સંકળાયેલી જગ્યાઓ પણ આ યાદીમાં સામેલ છે. અન્ય વિભાગોમાં કાયમી પ્રતિનિયુક્તિની 118 જગ્યાઓ એનેક્ષર-2માં અન્ય વિભાગોમાં કાયમી પ્રતિનિયુક્તિ હેઠળની 118 જગ્યાઓની વિગતો આપવામાં આવી છે. તેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, સામાન્ય વહીવટ, ગૃહ, માર્ગ અને મકાન, નર્મદા અને જળસંપત્તિ, આદિજાતિ વિકાસ, બંદરો અને વાહનવ્યવહાર સહિતના વિભાગો સાથે સંકળાયેલી જગ્યાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં ચૂંટણી વિભાગમાં મામલતદારની 36 જગ્યાઓ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળની શહેરી વિકાસ સત્તામંડળોમાં મામલતદારોની 24 જગ્યાઓ પણ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં મામલતદાર સંવર્ગના અધિકારીઓની નિમણૂક માટેની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રતિનિયુક્તિની 15 જગ્યાઓ પણ નિર્ધારિત એનેક્ષર-3માં પ્રતિનિયુક્તિ હેઠળની કુલ 15 જગ્યાઓની વિગતો આપવામાં આવી છે. તેમાં સાયન્સ સિટી, ગુજરાત રાજ્ય હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, પવિત્ર યાત્રાધામ બોર્ડ, રેરા, રાજ્ય ચૂંટણી પંચ અને સ્પીપા જેવી સંસ્થાઓ તથા વિભાગો સાથે સંકળાયેલી જગ્યાઓનો સમાવેશ થાય છે. નવા હોદ્દા ઊભા કરવા માટે મહેસૂલ વિભાગની સલાહ લેવી પડશે ઠરાવમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી તમામ વિભાગો અને કચેરીઓએ મામલતદાર સંવર્ગની નવી જગ્યાઓ મહેસૂલ વિભાગના પરામર્શ હેઠળ જ ઊભી કરવાની રહેશે. કોઈ વિભાગ કે કચેરીમાં મામલતદાર સંવર્ગની નવી જગ્યા ઊભી કરવામાં આવે અથવા સંવર્ગની કોઈ જગ્યા રદ કરવામાં આવે તો તેની જાણ મહેસૂલ વિભાગને તાત્કાલિક કરવાની રહેશે. આ ઠરાવ સામાન્ય વહીવટ વિભાગની નોંધથી મળેલી મંજૂરીના આધારે બહાર પાડવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ (સેવા) સચિન પટવર્ધનના નામે આ ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લુણાવાડામાં GBSના 2 મહિના બાદ પણ સેમ્પલ રિપોર્ટ બાકી:શાળાઓની કેન્ટીનમાં ભોજન પીરસવાનું ફરી શરૂ થયું; રિપોર્ટ આવ્યા વિના કેન્ટીન શરૂ થતાં સવાલો
    Next Article
    દિવાળી પહેલા ​ગુજરાતને બે નવી ટ્રેનની ભેટ:PM મોદી 30મીએ વારાણસી એક્સપ્રેસ અને બેચરાજી મેમૂ ટ્રેનને લીલીઝંડી આપશે, કાશી વિશ્વનાથ ધામ જવા શ્રદ્ધાળુઓને ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment