Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અઠવાડિયાથી ગરમીનો પારો આસમાને પહોંચતા લોકો અકળાયા:આજે 66 ટકા ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય અકળામણ, 12 કિલોમીટરની ઝડપે ગરમ લું ફેંકાઈ

    9 hours ago

    ભાવનગરમાં સપ્તાહની શરૂઆતથી જ ઉનાળાએ આકરું સ્વરૂપ ધારણ કર્યું છે સતત પાંચ દિવસથી તાપમાનનો પારો સરેરાશ 42 ડિગ્રીની આસપાસ નોંધાતા શહેરીજનો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે, આજે પણ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા સુધી વધી જતાં અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે, આ સાથે જ 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલી ગરમ લૂના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને બપોરના સમયે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જેને પગલે લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે, ભાવનગરમાં સપ્તાહના પ્રારંભ સાથે જ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચી ગયો હતો, બીજા દિવસે પણ તાપમાનનો પારો 41.2 ડિગ્રી, ત્રીજા દિવસે પણ તાપમાનનો પારો 41.9 ડિગ્રી, ચોથા દિવસે પણ તાપમાનનો પારો 45.2 ડિગ્રીએ પહોંચતા આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવા અહેસાસ થયો હતો ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે તેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, લૂ થી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ જેમાં દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું, તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા પાંચ દિવસનું તાપમાન નો પારો તા.10 મે ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 26 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.11 મે ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 26 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.12 મે ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 31 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.13 મે ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 34 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.14 મે ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 41 ટકા અને પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.15 મે ને શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 66 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર પક્ષીઘરમાં ગરમીથી રાહત માટે ખાસ વ્યવસ્થા:રણમલ લેકના પક્ષીઘરમાં પાણીના ફૂવારા કાર્યરત કરાયા
    Next Article
    3 PM Gujarati News LIVE | 3 વાગ્યાના તમામ મોટા સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment