Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65.62% મતદાન:177 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ, મંગળવારે મતગણતરી

    9 hours ago

    મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે રવિવારે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. કુલ 65.62 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં 177 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે, જેની મતગણતરી મંગળવારે થશે. મહાપાલિકાની ચૂંટણીમાં પુરુષ મતદારોનું પ્રમાણ 69.69 ટકા અને સ્ત્રી મતદારોનું પ્રમાણ 61.20 ટકા નોંધાયું હતું. વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 70.71 ટકા મતદાન થયું હતું, જ્યારે વોર્ડ નંબર 7 માં સૌથી ઓછું 55.55 ટકા મતદાન નોંધાયું હતું. આ પ્રથમ ચૂંટણીમાં ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 10 દિવસનો સમય મળ્યો હતો. આ ઓછા સમયગાળાને કારણે, ઘણા ઉમેદવારો 13 હજારથી 25,500 થી વધુ મતદારો સુધી પહોંચી શક્યા ન હતા. એટલું જ નહીં, મતદારો સુધી જરૂરી મતદાન સ્લિપો પણ પહોંચાડવામાં આવી ન હતી. મતદાન દરમિયાન, મોરબીના વોર્ડ નંબર 6 માં લખધીરવાસ પ્રાથમિક શાળાના એક બૂથમાં ઈવીએમ મશીનમાં 45 મિનિટ સુધી એરર આવતા મતદાન અટક્યું હતું, જેના કારણે કેટલાક મતદારો મતદાન કર્યા વિના પાછા ફર્યા હતા. મોરબી મહાપાલિકાના 13 વોર્ડમાંથી વોર્ડ નંબર 1, 3, 7, 8, 9, 10 અને 11 ખાસ ચર્ચાનો વિષય બન્યા હતા. આ વોર્ડના પરિણામો જાણવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કુલ 177 ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમ મશીનમાં કેદ છે. મોરબી જિલ્લામાં અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના મતદાનના આંકડા પણ જાહેર થયા છે. મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન નોંધાયું હતું. નગરપાલિકાઓમાં વાંકાનેરમાં 58.56 ટકા, માળિયા (મી.) માં 71.92 ટકા અને ટંકારામાં 81.27 ટકા મતદાન થયું હતું. તાલુકા પંચાયતોમાં માળિયામાં 69.11 ટકા, મોરબીમાં 67.38 ટકા, હળવદમાં 66.81 ટકા, ટંકારામાં 73.16 ટકા અને વાંકાનેરમાં 77.81 ટકા મતદાન નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    In a first, Indian couple get married at Pyramid of Giza
    Next Article
    Why Turkey are turning heads in badminton’s Uber Cup; wins over Miyazaki, Wong

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment