Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માષ્ટમી પર્વે સુરત શહેરને સુરક્ષાની ભેટ:કાયદો-વ્યવસ્થા સુદ્રઢ કરવા પોલીસને મળી 65 નવી હાઇટેક PCR વાન, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ કરાવ્યું ફ્લેગ ઓફ

    8 hours ago

    જન્માષ્ટમીના પાવન પર્વે સુરત શહેરની જનસુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા શહેર પોલીસને 65 નવી આધુનિક PCR (પોલીસ કંટ્રોલ રૂમ) વાન ફાળવવામાં આવી છે. રાજ્યભરમાં સુરક્ષા વધારવા સરકારે ફાળવેલી કુલ 500 PCR વાન પૈકી સુરત શહેરને આ વાહનો મળ્યા છે, જેને તહેવારના દિવસથી જ નાગરિકોની સુખ, શાંતિ અને સલામતી અર્થે કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ટોચના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામીર, સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, સેક્ટર-2ના અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તેમજ અધિક પોલીસ કમિશનર ડો. કરનરાજ વાઘેલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વાહનોનું નિરીક્ષણ કરી શહેરીજનોની સેવામાં તેને વિધિવત રીતે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે રવાના કર્યા હતા. ઝડપી રિસ્પોન્સ અને ગુનાખોરી પર અંકુશ મેળવવામાં મદદ મળશે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજ્જ આ વાહનો શહેરમાં કાર્યરત થવાથી પોલીસનું પેટ્રોલિંગ વધુ સઘન બનશે. ઈમરજન્સીના સમયે નાગરિકો સુધી ગણતરીની મિનિટોમાં પોલીસ મદદ પહોંચી શકશે. તહેવારોના દિવસોમાં શહેરમાં શાંતિ જળવાઈ રહે અને અસામાજિક તત્વો તેમજ ગુનાખોરી પર કડક અંકુશ રાખી શકાય તે માટે આ કાફલો મહત્વનો સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    દેવું કરીને ઘી પીતો મિડલ ક્લાસ:ફરવા માટે તગડી લોન લેવાનો ટ્રેન્ડ, ઓનલાઈન ટ્રેડિંગે ખિસ્સાં ખાલી કરી નાખ્યાં, નોકરિયાતોની સ્થિતિ કફોડી થશે
    Next Article
    મૂંગા હોવાનો ઢોંગ કરી મોબાઇલ ચોરતો તસ્કર ઝડપાયો:દાન માંગવાના બહાને ચોરી કરતો હતો; વ્યારામાં ₹51,500ના 6 મોબાઇલ સાથે પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment