Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વાપીમાં 6.5 ઇંચ, પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી, ભારત-PAKની 117 હસ્તીઓએ મોદી-શહબાઝને પત્ર લખ્યો, ભરૂચની મસ્જિદનો વિવાદ પાકિસ્તાન પહોંચ્યો

    1 day ago

    નમસ્તે, રામ મંદિરમાં ચઢાવા ચોરીના મામલામાં આરોપી અવિનાશના ઘરમાંથી મંદિરની પેટી મળી આવી છે. બીજી તરફ, ભારત અને પાકિસ્તાનની 117 જાણીતી હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમ શહબાઝ શરીફને પત્ર લખ્યો છે, જેમાં બંને દેશો વચ્ચેની દુશ્મની ખતમ કરવાની અપીલ કરવામાં આવી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ અમે તમને કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાના સમાચાર જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. જાપાનના પીએમ સાને તાકાઇચીની ભારત મુલાકાતનો બીજો દિવસ છે. તેઓ આજે PM મોદીને મળશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામમંદિર ચોરી- આરોપી અવિનાશના ઘરે મંદિરની પેટી મળી: લખ્યું હતું- રામરાજ્ય કોષ, QR કોડ પણ ચોંટાડેલો હતો; 400 ખાનગી સુરક્ષાકર્મીઓ પણ તપાસની રડારમાં રામ મંદિર દાન ચોરી કેસમાં જેલમાં બંધ આરોપી અવિનાશ શુક્લાના અયોધ્યા સ્થિત યોગ કેન્દ્રમાંથી પોલીસે એક પેટી જપ્ત કરી છે. તેના પર લાલ રંગથી 'રામરાજ્ય કોષ' લખેલું હતું. પેટીએમનો QR કોડ લગાવેલો હતો. 28 જૂને થયેલી આ દરોડાની કાર્યવાહીનો વીડિયો બુધવારે સવારે સામે આવ્યો. આ દરમિયાન, રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજની તબિયત લથડી છે. તો બીજી તરફ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આ સમગ્ર મામલાના દોષિતોને સારી રીતે જાણે છે, પરંતુ જો તેમણે પોતાના દરબારની પરચી ખોલીને તે મોટા નામોનો ખુલાસો કરી દીધો, તો તેમને પતાવી દેવામાં આવશે. કાયદા વ્યવસ્થા પર કટાક્ષ કરતા કહ્યું કે અહીંનો કાયદો કરોળિયાના જાળા જેવો છે, જેમાં માત્ર નાની માછલીઓ જ ફસાય છે અને મોટા મગરમચ્છ નીકળી જાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. દાવો- સરકારે વોટ્સએપને યુઝરનેમ ફીચર રોકવા કહ્યું:મેટાને નોટિસ, 3 દિવસમાં જવાબ માંગ્યો; કહ્યું- ટેલિગ્રામની જેમ ખોટા ઉપયોગની આશંકા કેન્દ્ર સરકારે ભારતમાં વોટ્સએપનું યુઝરનેમ ફીચર હાલ પૂરતું લોન્ચ ન કરવા જણાવ્યું છે. ન્યૂઝ એજન્સી PTI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, સરકારે મેટાને નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી આ ફીચર પર વાતચીત પૂરી ન થાય ત્યાં સુધી તેને ભારતમાં શરૂ ન કરવામાં આવે. સરકારે મેટાને નોટિસ પણ મોકલી છે અને 3 દિવસની અંદર આ ફીચર પર જવાબ માંગ્યો છે. સરકાર આ ફીચરના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. હાલમાં સરકાર અને મેટા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સરકાર વોટ્સએપના નવા યુઝરનેમ ફીચરની તપાસ કરવા માંગે છે. સરકારનું કહેવું છે કે આ ફીચરથી ઓળખ છુપાવીને છેતરપિંડી અને સાયબર ફ્રોડનો ખતરો ઘણો વધી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો:નાયરાએ પેટ્રોલના ભાવ ₹5, ડીઝલના ₹3 ઘટાડ્યા; ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરી તો બમણો દંડ ચૂકવવો પડશે, જુલાઈનાં 7 મોટા ફેરફાર કોમર્શિયલ સિલિન્ડર આજે એટલે કે 1 જુલાઈથી સરેરાશ 180 રૂપિયા સસ્તો થયો છે. દિલ્હીમાં તે ₹2930 માં મળી રહ્યો છે. જ્યારે હવે પેટ્રોલ પંપ પર એક વાહનમાં એક દિવસમાં માત્ર 200 લિટર ડીઝલ ભરવાની મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત, હવે પાસપોર્ટ બનાવવો અથવા રી-ઇશ્યુ કરાવવો મોંઘો થઈ ગયો છે. સામાન્ય પાસપોર્ટની ફી ₹1,500 થી વધીને ₹2,500 થઈ ગઈ છે. કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ ₹180 રૂપિયા સુધી સસ્તો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમત ₹2930 થઈ ગઈ છે. પહેલા તે ₹3113.50માં મળતો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ ઘટશે. આવા સંજોગોમાં તેઓ ચા, નાસ્તો અને થાળી સસ્તા કરી શકે છે. લગ્નોની કેટરિંગ પણ સસ્તી થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. શરીરમાંથી હૃદય, મગજ, કિડની સહિતનાં તમામ અંગો ગાયબ:વેનેઝુએલાથી આવેલા ભારતીય નાવિકનાં મૃતદેહમાં 22 કટ મળ્યા, મોતનું રહસ્ય ઘેરાયું વેનેઝુએલામાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર ભારતીય નાવિક રાકેશ ચૌહાણ (33) ના શરીરમાંથી મગજ, ફેફસાં, હૃદય, લીવર, કિડની સહિતના ઘણા અંગો ગાયબ મળ્યા છે. આ આરોપ ચૌહાણના પરિવારે લગાવ્યો છે. ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઇન્ડિયા (FSUI) એ આ માહિતી સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી. પીડિત પરિવારનો આરોપ છે કે મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ થયું ત્યારે શરીર પર 22 ટાંકા મળ્યા. શરીરમાંથી સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ), આંતરડાં, થાઇરોઇડ ગ્રંથિ, વોઇસ બોક્સ અને શ્વાસનળી પણ ગાયબ હતા. રાકેશ ચૌહાણ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી હતા. તેમણે નવેમ્બર 2025માં મર્ચન્ટ નેવી જોઈન કરી હતી અને વેનેઝુએલામાં મરીન ફિટર તરીકે કામ કરી રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભારત-પાકના 117 પ્રતિષ્ઠિત લોકોએ મોદી-શહબાઝને પત્ર લખ્યો:કહ્યું- દુશ્મની ખતમ કરો, વાતચીત અને સંબંધો ફરી શરૂ થાય ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા માટે બંને દેશોની 117 હસ્તીઓએ પીએમ મોદી અને પાક પીએમ શાહબાઝ શરીફને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંઘર્ષ નહીં, વાતચીતનો માર્ગ પસંદ કરો, જેથી દક્ષિણ એશિયામાં શાંતિ અને વિકાસનું વાતાવરણ બની શકે. આ 117 હસ્તીઓમાં પૂર્વ અધિકારીઓ, સામાજિક અને રાજકીય હસ્તીઓનો સમાવેશ થાય છે. ભારત તરફથી જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને આરજેડી સાંસદ મનોજ ઝા સહિત 61 લોકો અને પાકિસ્તાન તરફથી પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહેમૂદ કસૂરી સહિત 56 લોકોએ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. વાપીમાં સાડા પાંચ ઈંચ તો જૂનાગઢના ભેસાણમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો, પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં જૂન મહિના દરમિયાન વરસાદની ચિંતાજનક સ્થિતિ રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજે 1 જુલાઈના સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટને પગલે વહેલી સવારથી જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વાપીમાં સાડા પાંચ અને જૂનાગઢના ભેસાણમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા તણાયા હતા. કોઝવે પરથી તણાઈ રહેલા કેટલાક બકરાઓને યુવાનોએ જીવના જોખમે બચાવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ભરૂચની જામા મસ્જિદનો વિવાદ પાકિસ્તાન સુધી પહોંચ્યો:પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે કહ્યું, "આ મસ્જિદ ખિલજી વંશના સમયની 700 વર્ષ જૂની", મુક્તાનંદ સ્વામીનો વળતો પ્રહાર ભારતમાં મંદિર-મસ્જિદ સંબંધિત વિવિધ વિવાદો વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતના સોશિયલ મીડિયા પર કરાયેલા નિવેદન બાદ આ મુદ્દે રાજકીય અને ધાર્મિક ચર્ચાઓ તેજ બની છે. તેમના નિવેદન પર મુક્તાનંદ સ્વામીએ પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં અબ્દુલ બાસિતે પોતાના નિવેદનમાં ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી અને સંભલ સહિતના ધાર્મિક સ્થળોના વિવાદો સાથે ભરૂચની જામા મસ્જિદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હવે આ ગુજરાતમાં પણ જુઓ મામલો શરૂ થઈ ગયો છે. આ ભરૂચ એક જિલ્લો છે ત્યાં લગભગ 1,70,000ની વસ્તીમાં 63,000ની આસપાસ 37 ટકા મુસલમાન છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : 30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે:સંસદીય સમિતિ જોગવાઈઓ હટાવવાના પક્ષમાં નથી; ચોમાસુ સત્રમાં બિલ ફરી આવી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : PoKમાં પ્રદર્શન, લોકોએ કહ્યું- અમે પાકિસ્તાની નથી:'પાક.ને અમારી જરૂર છે, અમને નહીં', સરકાર-બળવાખોરો સામ-સામે આવ્યા; 1 કરોડના ઈનામી શૌકત નવાઝની ધરપકડ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : તમિલનાડુમાં વિજય સરકારને પાડવાનું ષડયંત્ર:TVKનો દાવો- 15 ધારાસભ્યોના એકસાથે રાજીનામા કરાવવા લાંચની ઓફર થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ખામેનીના અંતિમ સંસ્કારમાં BJP ચીફ નબીનને આમંત્રણનો દાવો:કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, પવન ખેડા પણ આમંત્રિત; 2 કરોડ લોકો પહોંચવાનો અંદાજ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : છેલ્લા 6 મહિનામાં સોનું 20% અને ચાંદી 43% સસ્તી:સેન્સેક્સ 11% અને નિફ્ટી 8.6% ઘટ્યો; ઈરાન યુદ્ધ અને ડોલરની મજબૂતીની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20I રેન્કિંગ્સમાં મોટી ઉથલપાથલ થઈ ગઈ!:અભિષેકને પછાડીને ઈશાન કિશન નવો નંબર-1 બેટર બન્યો; ખાસ ક્લબમાં એન્ટ્રી પણ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : જુલાઈના વ્રત-પર્વ:16 જુલાઈએ રથયાત્રા ને 29 જુલાઈએ ગુરુ પૂર્ણિમા; 25 જુલાઈ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ નિમણૂક પત્ર મળતા પહેલાં જ શિક્ષકો નિવૃત્ત થઈ ગયા ઝારખંડમાં શિક્ષકોની ભરતી એટલી મોડી થઈ કે કેટલાક પસંદ કરાયેલા ઉમેદવારો જોડાતા પહેલાં જ નિવૃત્ત થઈ ગયા. એક શિક્ષકને નિમણૂક પત્ર મળ્યો, પરંતુ તેઓ એક મહિના પહેલા જ 60 વર્ષના થઈ ચૂક્યા હતા. બીજા નિમણૂકના બીજા જ દિવસે નિવૃત્ત થઈ ગયા. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. એક્સક્લૂસિવ : હિંમતનગરથી પકડેલો બીમાર દીપડો અમદાવાદ નજીક વનવિભાગે કેદ કર્યો: ઇન્ફેક્શન હોવા છતાં નિયમો નેવે મૂકીને 3 મહિનાથી 'ટ્રાન્સફર કેજ'માં રાખ્યો, અધિકારીઓનો ગોળગોળ જવાબ 2. માતા-પુત્રએ ઘરના મોભીની હત્યા કરી: લાશને સીડી પરથી ફેંકી, પાડોશીઓ સામે અકસ્માતનું નાટક કર્યું; પોસ્ટ મોર્ટમ રિપોર્ટે કેસની દિશા બદલી નાખી 3. આજનું એક્સપ્લેનર: કાટમાળ નીચે દટાયેલા લોકો કેટલા દિવસ જીવતા રહી શકે છે; વેનેઝુએલામાં 6 દિવસ પછી એક બાળક બહાર આવ્યું, હજુ પણ 50 હજાર ગુમ 4. Editor's View: પાકિસ્તાનના ટૂકડા થશે?: PoKમાં મહાવિદ્રોહ, પ્રજા ભારતમાં ભળવા માટે તૈયાર, મુનીરને અલ્ટિમેટમ, એક સાથે ત્રણ મોરચે ભરાયા શાહબાઝ 5. પારકી પંચાત ભૂવાએ મેયરને ધૂણાવ્યા!: સુરતના સાહેબોએ અક્કલનું જબરૂં પ્રદર્શન કર્યું, રાજકોટના અધિકારીઓને નિર્લિપ્ત રાયનાં નામથી ફાળ પડી; જુઓ VIDEO 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:વૃષભ, કર્ક અને મકર રાશિને પ્રમોશનના પ્રબળ યોગ, તુલા અને મીન રાશિને ભાગ્યનો સાથ મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Google search, fake website, Rs 20,000 gone: Inside Char Dham chopper fraud
    Next Article
    Mumbai Rains: Are Schools And Colleges Closed In City, Thane & Palghar?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment