Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રેપ-મર્ડરના 65 વર્ષના દોષિતને ફાંસીની સજા, આસામમાં પૂરથી 96 ગામ ડૂબ્યા; અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર બબાલ, બે જૂથ સામસામે દંડા લઈને તૂટી પડ્યા

    3 days ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પુણેમાં બાળકીના રેપ-મર્ડરના દોષિત સાથે સંબંધિત છે, જેને ફાંસીની સજા સંભળાવવામાં આવી. બીજા સમાચાર આસામથી છે જ્યાં પૂરના કારણે 96 ગામ ડૂબી ગયા. અમે તમને એ પણ જણાવીશું કે રામ મંદિર ચોરી કેસના આરોપીઓ સાથે સંબંધિત નવા અપડેટ્સ શું છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ વિભાગોના સચિવો સાથે બેઠક કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામમંદિર ચોરી- 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડી:અયોધ્યાના વકીલોએ કહ્યું- અમે આરોપીઓનો કેસ નહીં લડીએ, ટ્રસ્ટની બેઠક હવે 5 દિવસ વહેલાં થશે રામ મંદિર ટ્રસ્ટની 11 જુલાઈએ યોજાનારી બેઠક હવે 6 જુલાઈએ અયોધ્યામાં યોજાશે. સૂત્રો અનુસાર, આ બેઠક મણિ રામદાસજીની છાવણીને બદલે કારસેવક પુરમમાં થઈ શકે છે. દિવસ અને સ્થળ શા માટે બદલવામાં આવ્યું, તે અંગે કોઈ માહિતી મળી નથી. આ ઉપરાંત, ચોરીના કેસમાં પૂર્વ પદાધિકારીઓ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની પૂછપરછ કરવામાં આવી. તેમના નિવેદનો નોંધવામાં આવ્યા. ત્યારબાદ ચંપત રાય દિલ્હી રવાના થયા. આ દરમિયાન મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. વકીલ અનૂપ અવસ્થીની CBI તપાસની માગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા કોર્ટે પૂછ્યું કે આટલી ઉતાવળ શા માટે છે? રજાઓ પછી જ મામલો સાંભળવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પુણેમાં 65 વર્ષના રેપ-મર્ડરના દોષિતને ફાંસી:3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હતું; ફાસ્ટટ્રેક કોર્ટનો 60 દિવસમાં ચુકાદો મહારાષ્ટ્રના પુણેમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે 65 વર્ષના દોષિત ભીમરાવ કાંબલેને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે આ કેસને રેયરેસ્ટ ઓફ રેર કેટેગરીનો ગણાવતા કહ્યું કે આરોપીનું કૃત્ય અત્યંત ક્રૂર, અમાનવીય અને નિર્દયતાભર્યુ હતું. સોમવારે સવારે 11 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે આરોપીને કોર્ટેમાં હાજર કરવામાં આવ્યો. કાંબલે વ્યવસાયે મજૂર છે. તે 7 બાળકોનો પિતા અને 11 બાળકોનો દાદા છે. આ ઘટના 1 મેના રોજ પુણે જિલ્લાના નસરાપુર ગામમાં બની હતી. બાળકી ઉનાળાની રજાઓમાં તેની નાનીના ઘરે આવી હતી. ત્યારે 1 મેના રોજ બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે કાંબલે તેને ખાવા-પીવાની વસ્તુઓ અને ગાયનું નવજાત વાછરડું બતાવવાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. આસામ-અરુણાચલમાં પૂર, 22 હજારથી વધુ લોકો બેઘર:આસામમાં પૂરથી 96 ગામ ડૂબ્યા; 22 રાજ્યો સુધી પહોંચેલા ચોમાસાની ગતિ ધીમી પડી અરુણાચલ પ્રદેશ અને આસામમાં સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ છે. અરુણાચલના 12 જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. લેકુ નદીના ઉછાળાને કારણે આસામના જોનાઈ વિસ્તારમાં પૂર આવ્યું અને નેશનલ હાઈવે-515 પણ પાણીમાં ડૂબી ગયો. આસામમાં 96 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. છ જિલ્લાઓના 22 હજારથી વધુ લોકો બેઘર થઈ ગયા છે. સૌથી વધુ અસર ધેમાજી જિલ્લામાં થઈ, જ્યાં લગભગ 16 હજાર લોકો પ્રભાવિત છે. અત્યાર સુધીમાં 1690 હેક્ટર પાક ખરાબ થઈ ગયો છે. ગૃહમંત્રી અમિત શાહે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુને ફોન કરીને પરિસ્થિતિની જાણકારી લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સિયાએ કેતન પાસેથી ₹1 કરોડ લઈને ચેતનને આપ્યા:કેબ ડ્રાઈવરનો દાવો- સિયા બાલી જવા માંગતી ન હતી, પાસપોર્ટ ગાયબ કર્યો પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેતનના મર્ડરના 34 મિનિટ પહેલા આરોપી સિયાની તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે ફોન પર વાત થઈ હતી. તેણે લોહાગઢ કિલ્લાના વ્યુ પોઈન્ટ પર પોતાની ચોક્કસ લોકેશન જણાવી હતી. કેતન-સિયાની બાલી પ્રી-વેડિંગ ટ્રિપ પર સિયાને એરપોર્ટ છોડનાર કેબ ડ્રાઈવર વૈભવ જાધવનું નિવેદન સામે આવ્યું છે. તેના કહેવા મુજબ, સિયા બાલી જવા માંગતી ન હતી. સિયાના ભાઈ સાહિલે તેને જબરદસ્તી કારમાં બેસાડી હતી. બંને પુણેથી મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા. આખા રસ્તે બંને ભાઈ-બહેન ઝઘડતા રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 10મા ધોરણમાં ત્રીજી ભાષાની પરીક્ષા નહીં હોય:થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSEનો યુ-ટર્ન, નવી માર્ગદર્શિકા જાહેર; 9મા ધોરણના વિદ્યાર્થીઓને પણ એક વખતની છૂટ CBSE એ સોમવારે થ્રી-લેંગ્વેજ પોલિસી પર નવી ગાઈડલાઈન જાહેર કરી. આ મુજબ, આ વર્ષે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ત્રીજી ભાષાની પરીક્ષા આપવી પડશે નહીં. 7મા, 8મા અને 9મા ધોરણના એ વિદ્યાર્થીઓ, જેમણે પહેલાથી બે વિદેશી ભાષાઓ પસંદ કરી છે, તેઓ પોતાની એ જ ભાષાઓ ચાલુ રાખી શકશે. જોકે, તેમને તેની સાથે એક ભારતીય ભાષા પણ ભણવી પડશે. આ વિદ્યાર્થીઓને 10મા ધોરણમાં આવતા ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષા આપવી પડશે નહીં. CBSE ના આ નિર્ણયથી 50 લાખ વિદ્યાર્થીઓને રાહત મળી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બે જુથ વચ્ચે પથ્થરમારો, સામસામે દંડા લઈને તૂટી પડ્યા-VIDEO:અમદાવાદના દરિયાપુર રથયાત્રા રૂટ પર બબાલ, તોડફોડ અને હુમલાની ફરિયાદ જ નોંધાઈ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રાના રૂટ પર બે જૂથો વચ્ચે ગત(28 જૂન) મોડી રાત્રે પથ્થરમારો અને હિંસક અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં બંને પક્ષના લોકો સામસામે પથ્થરમારો અને દંડા લઈને તૂટી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દરિયાપુરના નાની અલીની પોળ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ પથ્થરમારાનો વીડિયો વાઇરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક તરફ બંને પક્ષે સામસામે હુમલાની ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ વાઇરલ થયેલા વીડિયોમાં પથ્થરમારો જોવા મળતો હોવાના દાવા છતાં પોલીસ ફરિયાદમાં તેનો કોઈ ઉલ્લેખ ન કરાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ધો-9 અને 10માં હવે 10 નહીં, 8 ફરજિયાત વિષયો:NEP-2020 હેઠળ ગુજરાત બોર્ડનો નવો અભ્યાસક્રમ જાહેર, 2026-27થી ધો-10માં 'વ્યક્તિ અને સમાજજીવન' વિષયનો ઉમેરાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ (NEP-2020) અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE)ના સુચારુ અમલને ધ્યાનમાં રાખીને શાળાકીય શિક્ષણ ક્ષેત્રે એક મોટો અને ક્રાંતિકારી બદલાવ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ બોર્ડ દ્વારા ધોરણ-9 અને 10ના વિષય માળખામાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27થી ધોરણ-10માં અને શૈક્ષણિક વર્ષ 2027-28થી ધોરણ-9માં આ નવા વિષય માળખાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી રાજ્યમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓએ કુલ 10 વિષયોનો અભ્યાસ કરવો પડતો હતો, જે ભારણને ઓછું કરીને હવે નવા માળખા હેઠળ 8 મુખ્ય વિષયો ફરજિયાત કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઉત્તર પ્રદેશના કાસગંજમાં ટ્રેની વિમાન હાઈવે પર ક્રેશ થયું:હવામાં ડગમગ્યું અને વીજળીના તારમાં ફસાઈને નીચે પડ્યું, મહિલા પાયલટનો બચાવ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ખામેનીના અંતિમ સંસ્કારમાં બિહારના રાજ્યપાલ સામેલ થશે:ઈરાનના રાષ્ટ્રપતિએ PM મોદીને આમંત્રણ આપ્યું હતું, અમેરિકા-ઈરાન એકબીજા પર હુમલા રોકવા રાજી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : હવે ઓછી વિઝિબિલિટીમાં પણ વિમાન સુરક્ષિત ઉતરશે:સેટેલાઇટ સિગ્નલથી ભારતમાં પ્રથમ વખત કોમર્શિયલ જેટનું લેન્ડિંગ, સ્વદેશી ગગન સિસ્ટમનો સફળ ટ્રાયલ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : સેશેલ્સમાં PM મોદી ભારતીય સમુદાયને મળ્યા:ત્રણ દિવસીય પ્રવાસનો આજે છેલ્લો દિવસ; બંને દેશો વચ્ચે 19 મોટા કરાર પર મહોર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ₹5,059 વધીને ₹2.22 લાખ પ્રતિ કિલો પર પહોંચી:10 ગ્રામ સોનું ₹2,038 મોંઘું થયું, આ વર્ષે ભાવ ₹9 હજાર વધી ચૂક્યા છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારત સહિત 4 વુમન્સ ટીમ ઓલિમ્પિક માટે સીધી ક્વોલિફાય:ક્રિકેટના ક્વોલિફિકેશન નિયમોને મંજૂરી, મેન્સનો કટઓફ 2026 રેન્કિંગથી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : પુરીમાં ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી બીમાર રહેશે:આજે સોનાના કૂવામાંથી 108 ઘડા ભરીને પવિત્ર જળ લાવવામાં આવશે, ભગવાનના મહાસ્નાનથી રથયાત્રા ઉત્સવ શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ઝેરી કીડી કરડાવીને સાબિત કરે છે મર્દાનગી એમેઝોનના જંગલોમાં રહેતી સાટેરે-માવા જનજાતિ એક અનોખી વિધિ નિભાવે છે. અહીં છોકરાઓને પુખ્ત બનવા માટે બુલેટ એન્ટ નામની ઝેરી કીડીઓથી ભરેલા મોજા પહેરવા પડે છે. આ દરમિયાન છોકરાઓને ચીસો પાડવી કે રડવું નહીં, પરંતુ નાચવું પડે છે. આમ કરવાથી તેમને પુરુષ માનવામાં આવે છે અને લગ્નની પરવાનગી મળે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ધર્મ અલગ, છતાં ઘરે નોટિસ વગર 2 કલાકમાં કોર્ટ મેરેજ: કાયદાને ઘોળીને પી ગયેલા વકીલના કેમેરા સામે ઘટસ્ફોટ; "મેં ઘણા લગ્ન કરાવ્યા, દરેક શહેરમાં સિસ્ટમ અલગ હોય" 2. મંડે મેગા સ્ટોરી : ભૂલથી ગોલ થયો અને ખેલાડીને જીવ ગુમાવવો પડ્યો: 500 કરોડ દર્શકોવાળા ફૂટબોલની કહાણી; 14 ગ્રાફિક્સમાં જન્મથી અત્યાર સુધી 3. પારકી પંચાત : ચાનો બંધાણી ચોર, 22 વર્ષે ટપરી પરથી પકડાયો: રાજભા ગઢવીના આફ્રિકાના જંગલમાં લીલાલહેર; રમેશ ધડુકને ખભે બેસાડી ડાન્સનો VIDEO 4. આજનું એક્સપ્લેનર: રસ્તાઓ પીગળ્યા, પાટા ઉખડ્યા, 1300 લોકોનાં મોત; યુરોપમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા, ભારત કરતાં ત્યાંની ગરમી વધુ ખતરનાક કેવી રીતે? 5. Editor's View: અમેરિકાનો દબદબો ખતમ!: ટ્રમ્પના કારણે દુનિયાભરમાં થૂ-થૂ, પાકિસ્તાન-બાંગ્લાદેશ ચીનના ખોળામાં, એકસાથે બે મોરચે મોદીનું ટેન્શન વધ્યું 6. ભાસ્કર એક્સપ્લેનર : મોદી કેબિનેટમાંથી આ 6 મંત્રીઓ બહાર થઈ શકે છે: 9 નવા ચહેરાઓનો સમાવેશ થવાની અટકળો; આ મોટા ફેરબદલ પાછળની સંપૂર્ણ કહાણી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મિથુન રાશિના લોકો માટે 'મંગળ' દિવસ, નોકરી-ધંધામાં સુખ-શાંતિ રહેશે; કર્ક રાશિના જાતકોએ કોઈની મીઠી વાતોમાં આવી ફસાવું નહીં વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Germany eliminated by Paraguay in penalty shootout after disallowed goal
    Next Article
    Messi No. 2 In FIFA Rankings For World Cup, Ronaldo 79th. Mbappe No. 3

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment