Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણેમાં 65 વર્ષના રેપ-મર્ડરના દોષિતને ફાંસી:3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હતું; ફાસ્ટટ્રેક કોર્ટનો 60 દિવસમાં ચુકાદો

    11 hours ago

    મહારાષ્ટ્રના પુણેમાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે 65 વર્ષના દોષિત ભીમરાવ કાંબલેને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે આ કેસને રેયરેસ્ટ ઓફ રેર કેટેગરીનો ગણાવતા કહ્યું કે આરોપીનું કૃત્ય અત્યંત ક્રૂર, અમાનવીય અને નિર્દયતાભર્યુ હતું. સોમવારે સવારે 11 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે આરોપીને કોર્ટેમાં હાજર કરવામાં આવ્યો. કાંબલે વ્યવસાયે મજૂર છે. તે 7 બાળકોનો પિતા અને 11 બાળકોનો દાદા છે. બાળકી ઉનાળાની રજાઓમાં તેની દાદીના ઘરે આવી હતી આ ઘટના 1 મેના રોજ પુણે જિલ્લાના નસરાપુર ગામમાં બની હતી. બાળકી ઉનાળાની રજાઓમાં તેની નાનીના ઘરે આવી હતી. ત્યારે 1 મેના રોજ બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે કાંબલે તેને ખાવા-પીવાની વસ્તુઓ અને ગાયનું નવજાત વાછરડું બતાવવાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ તે તેને પશુઓના તબેલા પાસે બનેલા એક શેડમાં લઈ ગયો, જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ કર્યુ અને પછી તેની હત્યા કરી દીધી. કોર્ટે સજા પરનો નિર્ણય 29 જૂન માટે સુરક્ષિત રાખ્યો હતો આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવી હતી. જસ્ટિસ સાલુંખેએ સજા પરનો નિર્ણય 29 જૂન માટે સુરક્ષિત રાખ્યો હતો. દોષિત ઠેરવવામાં આવ્યા બાદ કોર્ટે કાંબલેને પૂછ્યું કે તેને શું સજા આપવી જોઈએ. આના પર કાંબલેએ કહ્યું કે તેણે કોઈ ગુનો કર્યો નથી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આરોપીમાં ન તો પસ્તાવાના કોઈ સંકેત દેખાયા અને ન તો તેના સુધરવાની કોઈ શક્યતા છે. આવા કિસ્સામાં, તેના માટે માત્ર મૃત્યુદંડ જ યોગ્ય સજા છે. બાળકીના શરીર પર ઇજાના 18 નિશાન મળ્યા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ અજય મિશ્રાએ 55 સાક્ષીઓના નિવેદન નોંધાવ્યા હતા. તેમાં ફોરેન્સિક નિષ્ણાત, તપાસ અધિકારી, પીડિતાના પરિવારજનો અને બાળ સાક્ષીઓનો સમાવેશ થતો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના શરીર પર ઇજાના 18 નિશાન નોંધવામાં આવ્યા હતા. કોર્ટે પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા સીસીટીવી ફૂટેજ, ડીએનએ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, પોટેન્સી ટેસ્ટ અને મેન્ટલ ફિટનેસ એસેસમેન્ટને માન્ય અને પુરતા પુરાવા ગણ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Mumbai AC Local Trains: Central Railway rolls out 12 new services; Check routes, timings
    Next Article
    રાજકોટમાં 2.49 કરોડની લૂંટ કરનારા ત્રણ આરોપી ઝડપાયા:નિર્લિપ્ત રાયની 20 ટીમે ડ્રોનથી મોટરસાયકલ શોધી 10 દિવસમાં કેસ ઉકેલ્યો, આરોપીઓને MPમાંથી દબોચી ભોં ભેગા કર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment