Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    65 દુકાનો અને 100થી વધુ સ્ટોલ પર ફાફડા-જલેબીનું વેચાણ થશે‎:ફાફડા-જલેબીના ભાવમાં 10 ટકાનો વધારો છતાં પરિવાર માટે પાર્સલ લઈ જવાની પરંપરા અકબંધ

    10 hours ago

    દશેરાના પર્વે પાલનપુર સહિત બનાસકાંઠામાં ફાફડા-જલેબીની જ્યાફત માણવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ફાફડા-જલેબીના ભાવમાં આશરે 10 ટકાનો વધારો થયો હોવા છતાં માંગ યથાવત્ રહેવાનો વેપારીઓનો અંદાજ છે. પાલનપુરની 65 દુકાનો અને 100થી વધુ સ્ટોલ પર વેચાણ માટે આગોતરી તૈયારીઓ કરાઈ છે. પાલનપુરમાં દશેરાના પર્વે નિમિતે ફાફડા-જલેબી ખાવાની પરંપરા જળવાઈ રહી છે. ગુજરાત રાજ્ય મીઠાઈ અને ફરસાણ ઉત્પાદક વહેપારી મહામંડળના મહામંત્રી અને પાલનપુર સ્વીટ એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, બનાસવાસીઓમાં દશેરાના પર્વે ફાફડા-જલેબીની જ્યાફત માણવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની લોકપ્રિય પરંપરા મુજબ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની સાથે પરિવાર માટે પાર્સલ લઈ જવાની પણ ખાસ પસંદગી રહે છે. ફાફડાના ભાવમાં આશરે 10 ટકાનો વધારો થયો હોવા છતાં માંગ પર ખાસ અસર નહીં પડે તેવી વેપારીઓને આશા વ્યક્ત કરી હતી. પાલનપુર શહેરમાં 65 દુકાનો અને 100થી વધુ સ્ટોલ પર ફાફડા-જલેબીનું વેચાણ થશે પાલનપુરમાં આશરે 65 દુકાનો અને 100થી વધુ સ્ટોલ પર દશેરા માટે ફાફડા-જલેબીના વેચાણની તૈયારીઓ કરવામાં આવી છે. ફાફડાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે વેપારીઓએ બે-ત્રણ દિવસ અગાઉથી સ્ટોકની વ્યવસ્થા કરવી પડે છે. દશેરા દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ એકથી બે વધારાના કારીગરો રાખવાની જરૂર પડે છે. સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ફાફડા-જલેબીની ખરીદીનો મુખ્ય સમય રહે છે. ત્યારબાદ રાવણદહન પછી સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન પણ ગ્રાહકોની ખરીદીમાં વધારો જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    How A Chinese-Speaking Hacker Used AI Agents To Breach Over 100 Companies
    Next Article
    આતશબાજી સાથે રાવણ દહન કાર્યક્રમ યોજાશે‎:પાલનપુર શહેરમાં આજે બપોરે શોભાયાત્રા, સાંજે રાવણ દહન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment