Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં 6.49 લાખની સરકારી નાણાંની ઉચાપત:મહિલા ASI અને GRD જવાન સહિત 7 સામે ફરિયાદ

    8 hours ago

    ગોધરામાં સરકારી નાણાંની ઉચાપતનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોધરા સિટી ટ્રાફિક પોલીસ શાખામાં ₹6.49 લાખની ઉચાપત મામલે એક મહિલા ASI અને GRD જવાન સહિત કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉચાપત ગોધરા સિટી ટ્રાફિક પોલીસ શાખાના એકાઉન્ટન્ટ ASI સમરથબેન નાઈ અને પંચમહાલ SP ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા GRD જવાન વિજયભાઈ ડામોર દ્વારા આચરવામાં આવી હતી. આ ઘટના જૂન 2024 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન બની હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મહિલા ASIએ ટ્રાફિક બ્રિગેડના સભ્યોના રેકોર્ડમાં છેડછાડ કરી હતી. તેમણે પોતાના પરિવારના સભ્યો અને સંબંધીઓના નામ તથા બેંક ખાતા નંબર રેકોર્ડમાં દાખલ કર્યા હતા. ટ્રાફિક બ્રિગેડના સભ્યોના માનદ ભથ્થા પેટેની કુલ ₹6.49 લાખની રકમ પોતાના સંબંધીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસે મહિલા ASI અને GRD જવાન સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હેલ્મેટ પહેર્યા વિના આવેલી મહિલાનો પોલીસ સાથે હાઈવોલ્ટેજ ડ્રામા:સ્પેશિયલ ડ્રાઈવમાં પકડાયેલી ચાલકે ગાડી ડિટેઈન થતા વડોદરા પોલીસ ભવન બહાર હોબાળો કર્યો
    Next Article
    Top Five Moments Of King Charles III With Trump During US Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment