Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો-અધિકારીઓને મોંઘા ગેજેટ્સ:સ્ટેન્ડિંગ કમિટીમાં 6.43 કરોડના ખર્ચે લેપટોપ-પ્રિન્ટર અને મોબાઈલની વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર, 5 વર્ષે પરત નહીં લેવાય

    1 day ago

    અમદાવાદના નાગરિકોના ટેક્સના પૈસામાંથી પ્રાથમિક સુવિધાના કામો કરવાના હોય છે. જોકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે મોબાઈલ ફોન અને લેપટોપ જેવા મોંઘા ગેજેટ્સ ખરીદવાની વિવાદાસ્પદ દરખાસ્તને આજે 9 જુલાઈના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રજાના ટેક્સના પૈસે 192 કોર્પોરેટરો અને 1090 અધિકારીઓ જે લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ ફોન ખરીદવામાં આવશે. આ તમામ મોંઘા ગેજેટ્સ ખરીદ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નહીં પરંતુ વ્યક્તિગત માલિકીના બની જશે. પ્રજાના ટેક્સના પૈસાથી ખરીદવામાં આવનારા આ મોંઘા ગેજેટ્સના બિલ પણ કોર્પોરેટર અને જે તે અધિકારીના નામથી બનશે કોર્પોરેશનના નામથી બિલ બનતા નથી. ત્રણ ટર્મ બનેલા કોર્પોરેટર નવા ગેજેટ્સનો ઉપયોગ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપની સ્ટેન્ડિંગ કમિટીમાં લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ ફોન સહિત 6.43 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા અંગેની વિવાદાસ્પદ દરખાસ્તને ચેરમેન કમલેશ પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવતા અનેક સવાલો ઉભા થયા. પ્રથમ વખત ચૂંટાયેલા નહીં પરંતુ બેથી ત્રણ ટર્મ બનેલા કોર્પોરેટર પણ નવા ગેજેટ્સનો ઉપયોગ કરશે. ચૂંટાયેલા કોર્પોરેટરો નહિવત ઉપયોગ કરતા હોવા છતાં પણ તેમને લેપટોપ અને પ્રિન્ટર આપવાના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવા જઈ રહ્યા છે. કોર્પોરેટરો માટે 2.61 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે વધુમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ 1થી 3 સુધીના 1090 જેટલા અધિકારીઓ માટે લેપટોપ અને મોબાઈલ ફોન ખરીદવા માટે રૂ. 3.82 કરોડનો ખર્ચ થશે. જેમાં 90 જેટલા અધિકારીઓને લેપટોપ અને પ્રિન્ટર આપવામાં આવશે. બાકીનાને મોબાઈલ ફોન આપવામાં આવશે. જ્યારે કોર્પોરેટરો માટે 2.61 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે થયેલા ખર્ચમાં પણ વધારો થયો છે. અગાઉની વર્ષ 2017 ની ભાજપના જ પદાધિકારીઓ દ્વારા દૂર કરવામાં આવેલી પોલિસી મુજબ લેપટોપ- પ્રિન્ટર અને મોબાઈલ ફોન આપવા આવશે. 104 જનતાના પ્રતિનિધિઓ 12 કે તેનાથી ઓછું ભણેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ અને કોંગ્રેસના 192 કોર્પોરેટરોને લેપટોપ અને પ્રિન્ટર ખરીદવા માટે અગાઉ 90 હજાર અપાતા હતા, જેમાં સીધો 10 હજારનો વધારો કરીને હવે 1 લાખ રૂપિયા કરી દેવાયા છે. કોર્પોરેશનના અધિકારીઓને 5 હજારથી લઈને 26 હજાર રૂપિયા દર અઢી વર્ષે રિઅમ્બર્સ કરી અપાશે. કોર્પોરેટરોએ પહેલા પોતાની પસંદગીના લેપટોપ અને પ્રિન્ટર પોતાના ખર્ચે ખરીદવાના રહેશે અને ત્યારબાદ બિલ રજૂ કરીને કોર્પોરેશનમાંથી રિઅમ્બર્સમેન્ટ મેળવવાનું રહેશે. 192માંથી 104 જનતાના પ્રતિનિધિઓ 12 કે તેનાથી ઓછું ભણેલા છે. તેમ છતાં પણ આવા કોર્પોરેટરો માટે કોર્પોરેશનના પ્રજાના પૈસાના ગેજેટ આપી અને તેમની વ્યક્તિગત માલિકી માટે કરવામાં આવ્યો છે. કોર્પોરેટરોએ લીધેલા લેપટોપનો ઉપયોગ તેમના બાળકો કરતા હતા ડિજિટલ માધ્યમથી કે ઈમેલથી અધિકારીઓને જનતાની ફરિયાદો મોકલે તેમજ લેટરપેડ ઉપર લેપટોપનો ઉપયોગ કરીને લેટર અધિકારીઓને મોકલી આપવામાં આવે તેના માટે ગત ટર્મમાં પણ કોર્પોરેટરોને લાખો રૂપિયાના લેપટોપ-પ્રિન્ટર માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતાએ આવી કે મોટાભાગના કોર્પોરેટરો કાગળ પર જ બધું હાથથી લખીને આપતા હતા. ગત વખતે કોર્પોરેટરોએ લીધેલા લેપટોપનો ઉપયોગ તેમના પુત્ર પુત્રીઓ કરતા હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અનોખી સિદ્ઘિ:જ્યોતિષ ડો. પંકજ નાગરે અવિરત એક હજાર ટીવી શો પૂર્ણ કર્યા
    Next Article
    सतलुज से सियासी लाभ की लड़ाई में आगे कौन? बीजेपी या अकाली? इसके पीछे का प्लान क्या है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment