Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    64 સંવર્ગની 451 પોસ્ટ માટે પરીક્ષા લેવાઈ:ઉમેદવારોને GPSCના પરીક્ષા કેન્દ્રો જ ન મળ્યાં રાણીપની સ્કૂલમાં કોઈએ જવાબ પણ ન આપ્યો

    12 hours ago

    જીપીએસસીની ક્લાસ-1 અને ક્લાસ-2 સહિતની કુલ 64 સંવર્ગની 451 પોસ્ટ પરની પરીક્ષા રવિવારે લેવાઈ હતી. જોકે તેમાં કેન્દ્ર ન મળવામાં થયેલા વિલંબને કારણે ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નહોતા. રાણીપની શ્રી સ્વામીનારાયરણ ઇન્ટરનેશન સ્કૂલ પર 4 ઉમેદવારને પ્રવેશ અપાયો નહોતો એક ઉમેદવાર 10.17 પહોંચ્યો હોવા છતાં પ્રવેશ અપાયો નહોતો. સ્કૂલના ગેટ પર વાત કરવા માટે કોઈ હાજર નહોતું. ઉમેદવારો બૂમો પાડતા રહ્યા પણ કોઈએ જવાબ આપ્યો નહોતો. વસ્ત્રાલની ભાવના હાયર સેકન્ડરી સ્કૂલ ન મળતાં મોડા પહોંચેલા ઉમેદવારોએ હોબાળો કરતાં તેઓને 10.45 વર્ગ ખંડમાં પ્રવેશ અપાયો હતો. શાંત મગજથી પરીક્ષા આપનાર ઉમેદવારો માટે પેપર સ્કોરિંગ હશે જનરલ સ્ટડીઝનું પ્રશ્નપત્ર સામાન્ય જ્ઞાનની ચકાસણીની સાથે ટાઇમ મૅનેજમેન્ટની કસોટી કરનારું હતું. જે ઉમેદવારોએ શાંત મગજે પેપર સોલ્વ કર્યું હશે તેમના માટે આ પેપર સ્કોરિંગ રહેશે. જવાબો આવડતા હતા પરંતુ લખવામાં સમય ખૂબ જ ઓછો પડ્યો હતો.’ > ડૉ. હર્ષ પટેલ, સિવિલ સર્વિસિસ મેન્ટર, સ્પિપા ફેકલ્ટી જનરલ સ્ટડીના પેપરે સામાન્ય જ્ઞાનની કસોટી કરી અમદાવાદનાં 152 કેન્દ્ર પર નોંધાયેલા 37 હજારમાંથી 15 હજાર જેટલા ઉમેદવારે પરીક્ષા આપતાં 45 ટકા હાજરી જોવા મળી હતી. જનરલ સ્ટડીસનું પ્રશ્નપત્ર સામાન્ય જ્ઞાનની સાથે ટાઇમ મૅનેજમેન્ટની કસોટી કરનારું હતું, તેવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. 64 સંવર્ગની 451 પોસ્ટ માટે પરીક્ષા લેવાઈ, અમદાવાદમાં 37 હજારમાંથી 15 હજાર હાજર રહ્યાં વસ્ત્રાલની ભાવના હાયર સેકન્ડરી સ્કૂલમાં ઉમેદવારોએ હોબાળો કરતાં 10.45 વાગ્યે વર્ગખંડમાં પ્રવેશ અપાયો આ બાબતોને લગતા મહત્ત્વના પ્રશ્નો પુછાયા
    Click here to Read More
    Previous Article
    બેઠકની ફાળવણી:ગુજરાત કૉલેજમાં BSc ઇન ઇલેક્ટ્રો સાયન્સ કોર્સ માટે 30 બેઠક ફાળવાઈ
    Next Article
    ભાસ્કર વિશેષ‎:તાપીમાં ચોમાસા દરમિયાન 24 કલાક કંટ્રોલરૂમ શરૂ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment