Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 639 પોઈન્ટ વધીને 77,304 પર બંધ:નિફ્ટીમાં 195 પોઈન્ટનો ઉછાળો, ઓટો અને ફાર્મા શેરોમાં ભારે ખરીદી રહીં

    18 hours ago

    આજે 27 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 639 પોઈન્ટ વધીને 77,304 પર બંધ થયો. નિફ્ટીમાં 195 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જે 24,093 પર પહોંચ્યો . ઓટો, આઈટી, મેટલ, મીડિયા અને ફાર્મા શેરોમાં આજે ભારે ખરીદી જોવા મળી હતી. સન ફાર્માના શેરમાં આજે 6.83%થી વધુની તેજી રહી. કંપનીએ અમેરિકાની ઓર્ગેનોન એન્ડ કંપની ખરીદવા જઈ રહી છે તેની જાહેરાત કરી છે. આ સમગ્ર ડીલ $11.75 બિલિયન (આશરે રૂ. 1 લાખ કરોડથી વધુ)ની વેલ્યૂ પર સંપૂર્ણપણે રોકડ આધારિત હશે. આજે એશિયન બજારમાં પણ તેજી અમેરિકી બજારમાં 24 એપ્રિલે મિશ્ર કારોબાર જોવા મળ્યો ક્રૂડ ઓઇલ 106 ડોલરને પાર ટ્રેડ કરી રહ્યું છે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 106 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. બજારમાં તેલની મજબૂત માંગ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને લઈને ચિંતા વધી છે જેના કારણે આ તેજી આવી છે. હોર્મુઝને તેલના સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા, ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવાર, 24 એપ્રિલે સેન્સેક્સ 1000 પોઈન્ટ (1.29%)ના ઘટાડા સાથે 76,664 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 275 પોઈન્ટ (1.14%) ઘટીને 23,898ના સ્તરે આવી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    LIVE: CM Yogi का Dum Dum में रोड शो | West Bengal Elections 2026 | BJP | TMC
    Next Article
    TMC સાંસદ મિતાલીની કાર પર ઈંટ-પથ્થરોથી હુમલો:સાંસદ અને ડ્રાઈવર ઘાયલ; TMCએ કહ્યું- અમિત શાહની ધમકી બાદ ભાજપના કાર્યકરોનો હુમલો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment