Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિઝામુદ્દીન ટ્રેનમાં ડ્રગ્સ લઈને મુંબઈ જતી મહિલા પકડાઈ:ટ્રોલી બેગમાં ગુપ્ત ખાનું બનાવી છુપાવેલું 6.30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, DRI દ્વારા નાસિકની મહિલાની ધરપકડ

    10 hours ago

    સુરત રેલવે સ્ટેશન પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે એક મોટી કાર્યવાહી કરતા આશરે 6.30 કરોડની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. નાસિકની 45 વર્ષીય મેલેરિયો હેન્રી નામની મહિલા પોતાની ટ્રોલી બેગમાં અત્યંત શાતિર રીતે આ ડ્રગ્સ છુપાવીને લઈ જઈ રહી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાએ ટ્રોલી બેગના નીચેના ભાગમાં ગમટેપની મદદથી ડ્રગ્સના પેકેટો ચિપકાવ્યા હતા અને તેની ઉપર કપડાં તથા જૂતાના બોક્સ ગોઠવી દીધા હતા જેથી કોઈને શંકા ન જાય. સીટ નંબરની પાકી બાતમી સાથે રેડ કરી DRIના અધિકારીઓને અગાઉથી જ પાકી બાતમી મળી હતી કે, એક મહિલા દિલ્હીથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને નિઝામુદ્દીન ટ્રેન મારફતે મુંબઈ જઈ રહી છે. બાતમીમાં મહિલાના સીટ નંબરનો પણ ઉલ્લેખ હોવાથી અધિકારીઓ માટે ઓપરેશન આસાન બન્યું હતું. જેવી ટ્રેન સુરત સ્ટેશન પર આવી, અધિકારીઓએ મહિલાને કોર્ડન કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ઉપરથી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ ટ્રોલીની ઊંડી તપાસ કરતા 6 કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપી મહિલાને 14 દિવસની જેલ ધરપકડ બાદ મહિલા આરોપી મેલેરિયો હેન્રીને તાત્કાલિક સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.ડ્રગ્સની હેરાફેરીના ગંભીર ગુનાને ધ્યાને રાખીને કોર્ટે મહિલાને 14 દિવસની જેલ કસ્ટડી (જ્યુડિશિયલ કસ્ટડી)માં મોકલવાનો હુકમ કર્યો છે. DRI હવે આ મહિલાના ભૂતકાળ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોની કડક પૂછપરછ કરી રહી છે જેથી આ નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય. ફોન કોલ ડિટેલ્સ ખોલશે મોટા રહસ્યો હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, મુંબઈમાં આ ડ્રગ્સનો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો. પકડાયેલી મહિલા આ બાબતે મૌન સેવી રહી છે અને કોઈ પણ નામ આપવાનો ઇનકાર કરી રહી છે. અધિકારીઓએ મહિલાનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. હવે કોલ ડિટેઇલ્સ અને વોટ્સએપ ચેટના આધારે તપાસ આગળ વધારવામાં આવશે. એવી પણ આશંકા સેવાઈ રહી છે કે પકડાયેલી મહિલા માત્ર એક 'કેરિયર' તરીકે કામ કરતી હતી અને મુખ્ય સૂત્રધાર પાછળ કોઈ મોટું માથું હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ ગેંગ સાથે કનેક્શન હોવાની શંકા જે રીતે ડ્રગ્સનું પેકિંગ અને હેરફેર કરવામાં આવી રહી હતી, તે જોતા DRIને આમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ ગેંગ સંકળાયેલી હોવાની પ્રબળ શંકા છે. મેથામ્ફેટામાઇન જેવું મોંઘું ડ્રગ્સ દિલ્હીથી મુંબઈ વાયા સુરત લઈ જવા પાછળનું આખું લોજિસ્ટિક્સ નેટવર્ક તપાસના ઘેરામાં છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ થાય તેવી શક્યતા છે, કારણ કે અધિકારીઓ હવે સપ્લાય ચેઈનના બંને છેડા (દિલ્હી અને મુંબઈ) પર નજર રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:કર્ક રાશિના લોકોને મહેનતનું શ્રેષ્ઠ ફળ મળશે, સિંહ રાશિના જાતકોએ રોકાણમાં સાવધાની રાખવી
    Next Article
    Controversy in Junagadh | જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના ચાલુ કામ બાબતે વિવાદ | BJP | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment