Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:રૂ. 63 કરોડના ફેક ITC કૌભાંડમાં દિલ્હીનો વધુ એક ડિરેક્ટર પકડાયો

    9 hours ago

    અમદાવાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરતાં દિલ્હીની કંપનીના ડિરેક્ટર રમાકાંત પાલની ધરપકડ કરી છે. ઇ-ટોપઅપ સર્વિસના બહાને ખોટા બિલ બનાવી રૂ. 63.21 કરોડની ફેક ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અપાયાનું બહાર આવ્યું છે. યોક પેમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની મોબાઇલ અને ડીટીહ રિચાર્જ જેવી ઇ-ટોપઅપ સર્વિસ સાથે સંકળાયેલી છે. તપાસમાં સામે આવ્યું કે કંપનીએ બે રીતે ગેરરીતિ આચરી હતી. એક તરફ કેટલાક કિસ્સામાં વાસ્તવિક રિચાર્જ ટ્રાન્ઝેક્શન કર્યા છતાં ટેક્સ ઇન્વોઇસ જારી કરાયા નહોતા. બીજી તરફ કોઈ સેવા આપ્યા વગર જ ખોટાં બિલો બનાવીને અન્ય કંપનીઓને ITCનો લાભ અપાયો હતો. કૌભાંડમાં આશરે રૂ.351 કરોડના ખોટા બિલિંગ દ્વારા રૂ. 63.21 કરોડની ITC પસાર કરાયાનું જાણવા મળ્યું છે. સાથે સાથે રૂ. 728 કરોડ જેટલી ઇ-ટોપઅપ ટ્રાન્ઝેક્શન પણ તપાસમાં સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દેશભરમાં 20થી વધુ કંપનીઓ આ નેટવર્ક સાથે જોડાયેલી હતી, જેમાંથી 18 કંપનીઓને સીધી ફેક ITC આપવામાં આવી હતી. ગુજરાતમાં મોટું કૌભાંડ કંપની અને તેનો ડિરેક્ટર દિલ્હી આધારિત છે અને રમાકાંત પાલ કંપનીમાં 50 ટકા હિસ્સેદાર હોવા ઉપરાંત લેવડદેવડ પર નિયંત્રણ ધરાવતો હતો. ગેરરીતિના મોટા ભાગના ટ્રાન્ઝેક્શન ગુજરાત સાથે જોડાયેલા હોવાથી DGGI અમદાવાદે તપાસ હાથ ધરી હતી. GST રિટર્ન અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન ડેટાના વિશ્લેષણથી આ કૌભાંડ બહાર આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જાવેદ અલીએ વાતવારણને સંગીતમય બનાવી દીધું:સિગ્મા યુનિ.માં બોલિવુડના ‘શ્રીવલ્લી’, ‘તુમ તક’ ગીતોની મ્યૂઝિકલ નાઇટ
    Next Article
    Rain check: Your guide to protecting the gut from seasonal infections

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment