Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    63 એવોર્ડ્સ વિજેતા વિદ્યાર્થીનું ગાંધીનગરની હિલવુડ સ્કૂલ દ્વારા ટોર્ચરિંગ:રિઝલ્ટ-ટીસીમાં છેડા કર્યાના વાલીના આક્ષેપ; 8 વર્ષની બાળકી પણ કિન્નાખોરીનો ભોગ બની

    9 hours ago

    રાજ્યના પાટનગરમાં સેકટર 25માં આવેલી હિલવુડ સ્કૂલ વિવાદમાં આવી છે. દેશનું ગૌરવ વધારનાર અને નાયબ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયેલા તેજસ્વી વિદ્યાર્થી તેમજ તેની 8 વર્ષની માસૂમ બહેનને શાળા સંચાલકો દ્વારા માનસિક રીતે હેરાન કરી ટોર્ચર કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે વાલીએ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચકચાર જગાવી છે. જાપાનની સ્પર્ધામાં ભારતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડીઃ પિતા આ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા ચતુર્ભુજ રામાણીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, તેમનો ધોરણ 8માં અભ્યાસ કરતો પુત્ર પ્રતિભશાળી છે અને અત્યાર સુધી 63 જેટલા એવોર્ડ્સ જીતી ચૂક્યો છે. જાપાનની કાઓ કોર્પોરેશનની સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી પસંદગી પામનાર તે ગુજરાતનો એકમાત્ર ખેલાડી હતો. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ઝળકેલા આ બાળકની સફળતામાં સહભાગી થવાને બદલે સ્કૂલ પ્રશાસને તેની અવગણના કરી હોવાનો તેમનો આક્ષેપ છે. શિક્ષકો અને સંચાલકો માનસિક ટોર્ચર કરતા હોવાના આક્ષેપ વાલીનો આક્ષેપ છે કે, સ્કૂલની મંજૂરી વગર સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને ત્યારબાદ મળેલી ભવ્ય સફળતા બાદ સ્કૂલના અમુક શિક્ષકો અને સંચાલકો દ્વારા બાળક પર દ્વેષ રાખીને તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો. માત્ર માનસિક હેરાનગતિ જ નહીં, પરંતુ બાળકના ભવિષ્ય સાથે ચેડાં કરવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આર્ટ ટીચર દ્વારા બાળકીના ચિત્રો સાછે છેડછાડ વાલીએ પોલીસ ફરિયાદની અરજી મુજબ, બાળકના શૈક્ષણિક રિઝલ્ટમાં અને ડ્રોઈંગ બુકમાં છેડછાડ કરવામાં આવી છે. વાલીનું કહેવું છે કે, ફરિયાદ કર્યા બાદ પરિણામમાં સુધારા વધારા કરીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ થયો છે. આ ઉપરાંત તેની ધોરણ 2માં ભણતી 8 વર્ષની નાની બહેનને પણ આ કિન્નાખોરીનો ભોગ બનાવવામાં આવી હોવાનું અરજીમાં જણાવાયું છે. આર્ટ ટીચર દ્વારા બાળકીના ચિત્રો પર છેડાછેડી કરી તેને માનસિક પીડા આપ્યાનો પિતાએ આક્ષેપ કર્યો છે. DEO દ્વારા ન્યાય ન મળતા પોલીસને ચરણે આ સમગ્ર મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પાસે ન્યાયની ગુહાર લગાવી હતી, પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં સ્કૂલના આર્ટ ટીચર, પરીક્ષા વિભાગના ટીચર, પ્રિન્સિપાલ અને અન્ય વહીવટદારો વિરુદ્ધ લેખિત અરજી આપવામાં આવી છે. વાલી ટ્રાન્સફર સર્ટિમાં એમના કહ્યા મુજબ લખવાનું કહી રહ્યા છેઃ પ્રિન્સિપાલ આ અંગે પ્રિન્સિપાલ સ્મિતા લૌરએ કહ્યું કે, અમારી સ્કૂલ તરફથી બાળકોને કોઈ જાતનું ટોર્ચરિંગ કરવામાં આવ્યું નથી. રિઝલ્ટ પણ સીબીએસસીના નિયમો મુજબ બનાવવામાં આવ્યું છે. વાલી ટ્રાન્સફર સર્ટિમાં એમના કહ્યા મુજબ લખવાનું કહી રહ્યા છે. અમે રિઝલ્ટ ચેન્જ કરીશું તો હાલ બાળકને 96 ટકાની આસપાસ છે, જે ઘટીને 91 ટકાની આસપાસ થઈ જશે. અમારી RO ઓફિસમાં પણ આ અંગે અમે જાણ કરી દીધી છે. વાલી રિઝલ્ટ લેવા આવ્યા નહીં તો અમે મેઇલથી મોકલી આપ્યું છે. હજી પણ અમે બધી મદદ કરવા તૈયાર છીએ. આ અંગે જિલ્લા શિક્ષાધિકારી ભગવાન પ્રજાપતિએ કહ્યું કે, વાલીની ફરિયાદ મળી છે. સોમવારે બંને પક્ષોને બોલાવી યોગ્ય કાર્યવાહી કરીશું. CM સહિતનાએ બાળકની નોંધ લઈ શુભેચ્છાઓ પાઠવી હતી નોંધનીય છે કે, જે બાળકની અવગણના કરવાનો આક્ષેપ સ્કૂલ પર છે, તે બાળકની સિદ્ધિની નોંધ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ લીધી હતી અને તેને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમ છતાં સ્કૂલ પ્રશાસન દ્વારા બાળકને પ્રોત્સાહન આપવાને બદલે તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપથી વાલીઓમાં રોષ છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા વાલીની માગ હાલમાં પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વાલીની માગ છે કે, સ્કૂલ દ્વારા તેમના બાળકોના તમામ અસલ સર્ટિફિકેટ્સ અને રેકોર્ડ પરત કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય, જેથી અન્ય કોઈ બાળકના ભવિષ્ય સાથે આવા ચેડાં ન થાય.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની ડેપ્યુટી PM લપસી પડ્યા:સાઉદી-ઈજિપ્તના મહેમાનોનું સ્વાગત કરવા ગયા ને બેલેન્સ બગડ્યું, વિદેશી મહેમાન સામે ભારે ફજેતી થઈ; VIDEO વાઇરલ
    Next Article
    Harbhajan Singh Blasts Troll On X In Ugly War Of Words Over R 'Ashwin Comment'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment