Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોના આરોગ્ય સાથે જોખમી ચેડાં:ફૂડ વિભાગે જૈન સ્વીટ અને રાધે ડેરીમાંથી અખાદ્ય ખોરાક ઝડપી પાડ્યો, વાસી લોટ, સમોસા અને નાનખટાઇ સહિત 63 કિલોનો નાશ

    5 दिन पहले

    રાજકોટમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાનું વારંવાર સામે આવ્યું છે. મનપાનાં ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવવા સઘન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પણ વેપારીઓ દ્વારા વધુ નફો કમાવા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગની ટીમોએ જૈન સ્વીટ અને રાધે ડેરીમાંથી અખાદ્ય ખોરાકનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં વાસી લોટ, સમોસા અને નાખટાઇ સહિતની અલગ-અલગ વસ્તુઓ મળીને કુલ 63 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. અને જુદા-જુદા ત્રણ નમુના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગે 31 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો તાત્કાલિક નાશ કર્યો પ્રાપ્ત વિગત મુજબ કિડવાઈનગર મેઇન રોડ, સદગુરુ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલ "જૈન સ્વીટ નમકીન સ્નેક" નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પેઢીના ફ્રીઝમાં સંગ્રહ કરીને રાખવામાં આવેલ ફરસાણ બનાવવા માટેનો વાસી લોટ, પડતર વાસી સમોસા, સમોસાનો વાસી મસાલો તેમજ ગંદકી વાળી જગ્યાએ રાખવામાં આવેલા કાપેલા પપૈયાં મળી આવ્યા હતા. ફૂડ વિભાગે આ સ્થળ પરથી મળી આવેલ કુલ 31 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ, તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કર્યો હતો. ખાદ્ય પદાર્થોનો યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે ફૂડ વિભાગે નોટિસ ફટકારી ઉપરાંત ફૂડ વિભાગની ટીમે સત્યસાંઇ રોડ પર આવેલ "રાધે ડેરી સ્વીટ" નામની પેઢીમાં પણ આકસ્મિક તપાસ કરી હતી. અહીં વેચાણ માટે ડિસ્પ્લે પર રાખવામાં આવેલ નાનખટાઈ, ટોસ્ટ, ખારીશિંગ, ભાખરી, ચકરી, ખાખરા અને ફરસાણના પેકિંગના લેબલની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. જેમાં તમામ પેકિંગ પરની એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેને લઈને ફૂડ વિભાગે એક્સપાયરી ડેટ પૂરી થયેલી પ્રોડક્ટસના કુલ 32 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો પણ સ્થળ પર નાશ કર્યો હતો. તેની સાથે જ આ પેઢીને ભવિષ્યમાં હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્ય પદાર્થોનો યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે કડક સૂચના આપતી નોટિસ ફટકારવામાં આવી હતી. કુલ 20 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના આજીડેમ અને માંડા ડુંગર વિસ્તારમાં વ્યાપક તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લાયસન્સ વગર કે નિયમોનું પાલન ન કરતા 8 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ મેળવવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ અલગ-અલગ ખાધ્યચીજોના કુલ 12 નમૂનાઓની સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે ફૂડ વિભાગ દ્વારા આજીડેમ અને માંડા ડુંગર વિસ્તારમાં જે ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી તેની વિગતો જોઈએ તો, મિલન ખમણ, શક્તિકૃપા ફરસાણ, દ્વારકેશ ગાંઠિયા, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, ચામુંડા ફરસાણ, જયભોલે કેરી રસ, ગણેશ મેડિકલ અને બાલાજી ખમણને ફૂડ લાયસન્સ મેળવવા કે તે બાબતે જરૂરી સુધારો કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સિવાય એવરીડે સુપર માર્કેટ, રોનક ચાઇનીઝ પંજાબી, રાધે ડેરીફાર્મ, ગુનગુન પાણિપુરી, ખોડિયાર સોડા શોપ, ધાર્મી મેડિસિન્સ, સીતારામ સેલ્સ, કૃપા જનરલ સ્ટોર, બાલાજી ફરસાણ, ગોપાલ જનરલ સ્ટોર, માલધારી ડેરી ફાર્મ અને ખોડિયાર પાનની પણ ફૂડ સેફ્ટીના ધોરણો અંગે ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને કુલ 3 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં (1) પપૈયાનો સંભારો (પ્રિપેર્ડ લૂઝ) – જૈન સ્વીટ નમકીન સ્નેક્સ, સદગુરુ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ ખાતેથી લેવાયો હતો. જ્યારે આઇસ્ક્રીમની તપાસ અંતર્ગત 4/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ આત્મીય એન્ટરપ્રાઇઝમાંથી બે નમૂના લેવાયા હતા, જેમાં (2) વાડીલાલ ચોપાટી કુલ્ફી આઇસ્ક્રીમ (50 ml પેકિંગ) અને (3) વાડીલાલ બડાબાઇટ આઇસ્ક્રીમ રેડ વેલ્વેટ (80 ml પેકિંગ) નો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હિતેષ બારોટ બન્યા અમદાવાદના નવા મેયર, ભૂકંપમાં મૃત્યુ પામેલા વ્યકિતની ખોટી વારસાઈ બનાવી પ્લોટ વેચી નાખ્યો
    Next Article
    Sindhu wards off World No 6 Wardani with gritty net play in Singapore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment