Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી હત્યા:ચિત્રકૂટ સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ 63 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી, લૂંટ કે અંગત અદાવત?

    1 day ago

    જૂનાગઢ શહેરના શાંત ગણાતા ગીરીરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં આજે 12મેએ સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 63 વર્ષીય વૃદ્ધાની તેમના જ નિવાસસ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગળું કાપીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને એસપી, DySP સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ​પતિ સહિત પરિવાર ઘરે ન હતો ત્યારે ઘટના બની મૃતક વૃદ્ધાની ઓળખ સુનીતાબેન રાયજા (ઉંમર 63 વર્ષ) તરીકે થઈ છે. સુનીતાબેન તેમના પતિ, પુત્ર અને વહુ સાથે આ ઘરમાં રહેતા હતા. બનાવ સમયે તેમના પતિ માંગનાથ બજારમાં આવેલી પોતાની કાપડની દુકાને ગયા હતા, પુત્ર વ્યવસાયિક કામ અર્થે બહાર હતો અને પુત્રવધૂ પિયર ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં સુનીતાબેન એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. ​કોલ રિસીવ ન કર્યો, પાડોશીએ ઘરે તપાસ કરતા જાણ થઈ આ ઘટનાનો જાણ ત્યારે થઈ જ્યારે પરિવારજનોએ સાંજના સમયે સુનીતાબેનને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ સામે સુનીતાબેન કોલ રીસીવ ન થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આથી તેમણે તાત્કાલિક પાડોશમાં રહેતા લોકોને ફોન કરીને તપાસ કરવા જણાવ્યું હતું. પાડોશીઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે સુનીતાબેનને લોહી લુહાણ હાલતમાં પડેલા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવાર અને પાડોશીઓ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ગળુ કાપી ક્રુરતાપૂર્વક હત્યા હત્યાની ગંભીરતાને જોતા જૂનાગઢ ડીવાયએસપી, ક્રાઈમ બ્રાન્ચ અને બી-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા છે. આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી છે કે પછી તેની પાછળ કોઈ અંગત અદાવત જવાબદાર છે અને હત્યા કોના દ્વારા કરવામાં આવી છે. તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ​હથિયારથી ગળાના ભાગે ઈજા પહોંચાડતા મોત:DySP જૂનાગઢ ડીએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગિરિરાજ નગર ચિત્રકૂટ સોસાયટીમાં આજે સાંજના સમયે એક ગંભીર બનાવ બન્યો છે. જેમાં સુનીતાબેન રમેશભાઈ રાયજા, જેઓ 65 વર્ષના વરિષ્ઠ નાગરિક છે, તેઓ સાંજના સમયે ઘરે એકલા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે તેમના ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે. હાલ પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. મૃતકના પીએમ (પોસ્ટ મોર્ટમ) માટેની તજવીજ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત, મૃતકના પુત્રની ફરિયાદ લેવાની કામગીરી પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. હત્યાનું કારણ અકબંધ પોલીસ આ કેસમાં અલગ-અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. ખાસ કરીને, ઘરમાંથી કોઈ દાગીના મિસિંગ છે કે કેમ અને આ બનાવ પાછળના અન્ય કયા કારણો હોઈ શકે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. શંકાસ્પદ ઇસમોની શોધખોળ માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી રહી છે. મૃતકના પુત્રના જણાવ્યા મુજબ, આ ઘટના સાંજના 6 વાગ્યા પછી બની હતી. તે સમયે તેમના માતા ઘરે એકલા જ હતા.
    Click here to Read More
    Previous Article
    72 IASની બદલી, ચૂંટણી પૂર્ણ થતાં જ રી-શફલ:8 નવી મનપાના મ્યુનિ.કમિશનર બદલાયા, નવા મ્યુનિ. કમિશનરો ચાર્જ લેશે પછી જ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ
    Next Article
    રાજકોટ સિવિલમાં ઉંદરોનો આતંક:દર્દીઓને સારવાર સાથે આફત મફત, વિડીયો વાયરલ થતા તંત્રએ ફરી કોન્ટ્રાક્ટ આપવાનો રાગ આલાપ્યો, ઉંદરો પકડવા પાંજરા મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment