Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામી:625 ફ્લાઇટ્સ રદ, બ્રિટિશ એરવેઝ અને ઇઝીજેટ સહિત 5થી વધુ એરલાઇન્સને અસર

    7 hours ago

    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે મંગળવારે 625 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. ફ્લાઇટ મોનિટરિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24એ આ માહિતી આપી. બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસે જણાવ્યું કે આ સમસ્યા ફ્લાઇટ્સના ટેકઓફ પર અસર કરી રહી હતી. ફ્લાઇટ સિસ્ટમ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. ફ્લાઇટરડાર24એ X પર જણાવ્યું કે બ્રિટિશ એરવેઝ, ઇઝીજેટ, KLM અને લુફ્થાન્સા સહિત ઘણી એરલાઇન્સની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. લંડનના હીથ્રો, સ્ટેનસ્ટેડ અને સિટી એરપોર્ટની સાથે જ મેન્ચેસ્ટર, બર્મિંગહામ, સ્કોટલેન્ડ અને બ્રિટનના અન્ય એરપોર્ટ્સની પણ કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ઇઝીજેટની ફ્લાઇટ્સ સમગ્ર યુરોપમાં પ્રભાવિત બજેટ એરલાઇન ઇઝીજેટે જણાવ્યું કે તેની કેટલીક ફ્લાઇટ્સ ઓપરેટ થઈ શકી નહીં. કંપનીના જણાવ્યા અનુસાર, સિસ્ટમમાં ખામીને કારણે સમગ્ર યુરોપમાં તેની ફ્લાઇટ્સમાં વિલંબ થયો. હીથ્રો એરપોર્ટની વેબસાઇટ પર મંગળવારે યુરોપના અલગ-અલગ શહેરો માટે જતી ઘણી શોર્ટ-હોલ ફ્લાઇટ્સ રદ અથવા મોડી દર્શાવવામાં આવી હતી. જોકે, એરપોર્ટ પર આવતી ફ્લાઇટ્સ પર તેની અસર જોવા મળી ન હતી. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી કયા કારણોસર થઈ. ટ્રાફિક કંટ્રોલ સર્વિસના CEOના રાજીનામાની માંગ રયાનએર એરલાઇને બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સર્વિસ NATS ના CEO માર્ટિન રોલ્ફ પાસેથી રાજીનામું માંગ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, સિસ્ટમ ફેલ થવાને કારણે તેના 65 હજારથી વધુ મુસાફરો પ્રભાવિત થયા હતા. રયાનએરના COO નીલ મેકમોહને જણાવ્યું હતું કે 2023 માં NATS ની મોટી સિસ્ટમ ફેલ થયાના ત્રણ વર્ષ પછી પણ પરિસ્થિતિ બદલાઈ નથી. તેમણે કહ્યું કે આજે મુસાફરોને 8 કલાક સુધીનો વિલંબ સહન કરવો પડ્યો, જેનું કારણ NATS ની મહત્વપૂર્ણ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું ફેલ થવું છે. બીજી તરફ, બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં આવેલી ખામી તેના સંપૂર્ણ નિયંત્રણ બહાર હતી અને તે પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે. ------------------- આ સમાચાર પણ વાંચો… હજારો ફૂટ ઉપર હવામાં ઇન્ડિગોનાં પાયલટની તબિયત લથડી:મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા, તો એર ઇન્ડિયા પ્લેનમાં ધુમાડાનું એલાર્મ વાગ્યું; લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ કતારના દોહાથી બેંગલુરુ આવી રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટના પાઇલટની ગુરુવારે અચાનક તબિયત લથડી હતી. આ પછી ફ્લાઇટને મસ્કત ડાયવર્ટ કરવી પડી હતી. મેડિકલ ઇમરજન્સી વચ્ચે પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    इंदौर छात्रों की गूंज: 1 लाख रजिस्ट्रेशन पर जश्‍न, राहुल गांधी के कार्यक्रम की परमिशन अभी तक नहीं
    Next Article
    "No Work, No Pay": Punjab Cracks Down On Unauthorised Absence Of State Staff

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment