Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં દિવાળીની રાત્રે અગ્નિકાંડ:આગના 62 કોલથી ફાયર બ્રિગેડ દોડતું થયું, ફ્લેટમાં ₹2 લાખ બળીને ખાખ

    11 hours ago

    વડોદરામાં દિવાળી પર્વની રાત્રિ દરમિયાન આગ લાગવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ સામે આવતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી વહેલી સવારના 7 વાગ્યા સુધીના માત્ર 9 કલાકના ગાળામાં ફાયર કંટ્રોલ રૂમને આગ લાગવાના કુલ 62 જેટલા કોલ મળ્યા હતા. આ ઘટનાઓમાં વાસણા-ભાયલી રોડ પર આવેલા હાઈરાઈઝ ફ્લેટમાં ભીષણ આગ ઉપરાંત ઓપી રોડ પર શ્રમજીવીઓના ઝૂંપડાં તેમજ તરસાલી તળાવ પાસે ચાલુ કારમાં આગ લાગવાના મોટા બનાવો બનતાં ફાયર બ્રિગેડના જવાનો આખી રાત દોડતા રહ્યા હતા. વાસણા-ભાયલી રોડ પર ફ્લેટમાં ભીષણ આગ શહેરના પોશ ગણાતા વાસણા-ભાયલી રોડ પર શ્રી હરિ બંગ્લોઝ સામે આવેલી 'અર્થ એક્રોપોલિશ-3' રેસિડેન્સીના E-501 નંબરના ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. નિપુલ મકવાણા નામના રહીશના આ બંધ ફ્લેટમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખો ફ્લેટ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. આગના કારણે ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફ્લેટના લોકરમાં રાખેલા ₹2 લાખ રોકડા બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ સાહસપૂર્વક ₹50 હજારની રોકડ બચાવી લઈ મકાનમાલિકને સુરક્ષિત પરત સોંપી હતી. ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર સ્ટેશનની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા અને ભીષણ લપેટો વચ્ચે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમના સમયસૂચક અને ઝડપી ઓપરેશનના કારણે આગ બાજુના અન્ય ફ્લેટ્સમાં પ્રસરતી અટકી ગઈ હતી. સદનસીબે આ ગંભીર અગ્નિકાંડમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી. ઓપી રોડ પર શ્રમજીવીઓના ઝૂંપડાં ભસ્મીભૂત શહેરમાં આગના અન્ય બે ચિંતાજનક બનાવો પણ સામે આવ્યા હતા. ઓપી રોડ પર રિલાયન્સ મોલ નજીક આવેલા શ્રમજીવીઓનાં ઝૂંપડાંમાં અચાનક આગ ભડકી ઊઠતાં ગરીબ પરિવારોમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી, જ્યાં ફાયર બ્રિગેડે પહોંચી આગ બુઝાવી હતી. આ ઉપરાંત, તરસાલી તળાવ પાસેથી પસાર થઈ રહેલી એક કાર પર ફટાકડામાંથી છૂટેલા રોકેટનો સળગતો તણખો પડતાં ચાલુ વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. કારચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આમ, એક જ રાતમાં બનેલી ઉપરાઉપરી ઘટનાઓએ શહેરભરમાં ભય અને ચિંતાનો માહોલ સર્જ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મિનિટોમાં લૂંટાયો 151 મણનો અન્નકૂટ:હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓેને કરી ટકોર, અમિત શાહે આપી દિવાળી ગિફ્ટ,અમદાવાદ, વડોદરા, સુરતની બેન્કોને મળી ધમકી
    Next Article
    Gujarat में OLA, Uber का विरोध क्यों? Surat Taxy Stand | Surat Auto-Richshaw drivers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment