Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિતની ધમાકેદાર ફિફ્ટી, 62મી હાફ સેન્ચુરી ફટકારી:69 બોલમાં 79 રન ફટકારીને આઉટ થયો, જયસ્વાલ સાથેની 170 રનની પાર્ટનરશીપ તૂટી

    1 day ago

    અફઘાનિસ્તાને ત્રીજી વનડેમાં ભારતને 219 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 26 ઓવરમાં 184/1 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. જયસ્વાલે પહેલી ફિફ્ટી પૂરી કરી છે. રોહિત શર્મા 69 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને 10 ઓવરની અંદર જ 36 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પહેલા અઝમતુલ્લાહ ઓમરઝઈ સાથે 105 રનની ભાગીદારી કરી, ત્યારબાદ મોહમ્મદ નબી સાથે 57 રન જોડ્યા. શાહિદીએ પોતાના વન-ડે કરિયરની પહેલી સદી ફટકારતા 102 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગો પણ લગાવ્યો. ઓમરઝઈએ 50 રનની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જોકે, શાહિદી સદી પછી ક્રેમ્પથી પરેશાન દેખાયો અને મેદાન પર જ સૂઈ ગયો. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 5 વિકેટ ઝડપી. ગુરનૂર બરાર, હર્ષ દુબે અને પ્રિન્સ યાદવને એક-એક વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનૂર બરાર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને પ્રિન્સ યાદવ. અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવિશ રસુલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝઈ, રાશિદ ખાન, અલ્લાહ ગઝનફર, ઝિયાઉર રહેમાન, ફરીદ અહમદ મલિક.
    Click here to Read More
    Previous Article
     VLC creator turns attention to robots, raises $5 million for real-time device platform
    Next Article
    હવામાં ઊડતું વ્હાઇટ હાઉસ:ટ્રમ્પે પોતાનું નવું વિમાન 'એરફોર્સ-1' બતાવ્યું; કહ્યું- આવી લક્ઝરી ક્યાંય નથી; કતારે 3600 કરોડનું પ્લેન ગયા વર્ષે ગિફ્ટ કર્યું'તું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment