Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ હોનારતમાં વલસાડની યુવતી સહિત 62 લોકોનું ગ્રુપ ફસાયું:મુંબઈના ગ્રુપ સાથે ગયેલી યુવતી સંપર્ક વિહોણી, પરિવાર ચિંતામાં

    12 hours ago

    નેપાળમાં અતિભારે વરસાદને કારણે પૂર અને હોનારતની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં અફરાતફરી મચી છે. આ સ્થિતિ વચ્ચે વલસાડની રોમા નામની યુવતી સહિત ૬૨ લોકોનું પ્રવાસી ગ્રુપ નેપાળમાં ફસાયું હોવાની માહિતી સામે આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ગ્રુપમાં મુંબઈના જાણીતા તબીબો તેમજ તેમના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે. કૈલાસ માનસરોવર યાત્રા માટે નીકળ્યું હતું ગ્રુપ મળતી માહિતી મુજબ, ૬૨ લોકોનું આ ગ્રુપ કૈલાસ માનસરોવર યાત્રા અને નેપાળ પ્રવાસ માટે બાય પ્લેન કાઠમંડુ પહોંચ્યું હતું. કાઠમંડુ પહોંચ્યા બાદ ગ્રુપના સભ્યોએ પશુપતિનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારબાદ ૨૫મી તારીખની સવારે ચીન બોર્ડર તરફ જવા માટે તેઓ રવાના થવાના હતા. 25મીની સાંજ બાદ સંપર્ક તૂટ્યો જોકે, 25મી તારીખની સાંજ બાદ ગ્રુપના સભ્યોનો તેમના પરિવારજનો સાથેનો તમામ સંપર્ક તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. નેપાળમાં સર્જાયેલી પૂર જેવી ગંભીર પરિસ્થિતિ અને લાંબા સમયથી સંપર્ક ન થતાં પરિવારજનોની ચિંતા વધી છે. રોમાના પરિવારજનોએ કલેક્ટરનો સંપર્ક કર્યો વલસાડમાં રહેતા રોમાબેનના પિતા દિલીપભાઈ ઇટવાલા સહિત પરિવારજનો આ સમગ્ર ઘટનાને પગલે ચિંતામાં મુકાયા છે. પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પરિવારજનોએ વલસાડ કલેક્ટર નીતિન સાંગવાનની રૂબરૂ મુલાકાત લઈને રજૂઆત કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવતી સુરક્ષિત વલસાડ કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે રોમાબેનના પિતા સાથે વાતચીત થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ હાલ રોમાબેન સહિતના લોકો સુરક્ષિત હોવાનું જણાય છે. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર તેમજ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબરો જાહેર કરવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા મારફતે પણ તેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ભારત સરકારને પરિવારની મદદ માટે અપીલ બીજી તરફ, રોમાના પિતા દિલીપભાઈ ઇટવાલાએ ભારે હૈયે ભારત સરકાર અને સ્થાનિક પ્રશાસન સમક્ષ અપીલ કરી છે. નેપાળમાં ફસાયેલા તમામ ભારતીયો અને તેમના પરિવારજનોની ચિંતા દૂર થાય તે માટે તાત્કાલિક પગલાં લઈ તમામ લોકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ બોર્ડરથી 18 કિમી ઉપર વધુ એક તળાવ બન્યું:ચીને પૂરની ચેતવણી આપી; 362નાં મોત, 84 ભારતીયોનું રેસ્ક્યુ, 290 ગુમ
    Next Article
    રાજકોટમાં બિહારી યુવકનો આપઘાત:પત્‍નિ, સંતાનોને ફરવા લઇ ગયા બાદ ઘરે આવી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment