Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવાથી ગુજરાતમાં દારૂની હેરાફેરી, 61 હજાર ક્વાર્ટરિયા સાથે એકની ધરપકડ:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા પાસેથી 96 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    1 week ago

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી બંધ બોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો રૂ. 96.59 લાખની કિંમતનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.1,06,69,520ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા LCB વડોદરા ગ્રામ્યના પીઆઇ પી.જે. ખરસાણના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી ભરુચથી વાસદ તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગોકળપુરા ગામની સીમ નજીક હાઇવે પર વોચ ગોઠવી કન્ટેનરને અટકાવ્યું હતું. 1,290 પેટીઓ સાથે ડ્રાઈવરની ધરપકડ પોલીસ તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 96.59 લાખ રૂપિયાનો વિદેશી દારૂની 1,290 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 61,920 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન કિંમત રૂ.10 હજાર તથા કન્ટેનર કિંમત રૂ.10 લાખ સહિત કુલ 1,06,69,520 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ડ્રાઈવર લખન મહિપાલ બિશ્નોઈ, (રહે. ધતરવાલોકી ઢાણીયા, ભાકરાશની પોસ્ટ, સાંગરિયા, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. ગોવાથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીના ઓળખીતાં રાજુરામ મોડારામ બિશ્નોઈએ તેને ગોવા બોલાવ્યો હતો અને ધર્માભાઈ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. ધર્માભાઈએ ગોવાના મડકઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દારૂ ભરેલું કન્ટેનર સોંપી ગુજરાત તરફ મોકલ્યું હતું. આરોપીને મોબાઇલ લોકેશન મુજબ આગળ વધવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી સહિત દારૂ સપ્લાય કરનાર અન્ય ઇસમો વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    AEIAT મુખ્ય પરીક્ષાની તારીખ બદલાઈ:હવે 13 જૂને પરીક્ષા યોજાશે, GPSC વર્ગ-1 અને 2ની એક્ઝામના લીધે ફેરફાર
    Next Article
    AI ફોટો મોર્ફની ધમકી આપી ₹1.30 લાખ પડાવ્યા:કોલેજિયન યુવતીને બ્લેકમેલ કરનાર શખ્સ સામે જોરાવરનગર પોલીસમાં ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment