Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જવાહર મેદાન પાસેથી નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો:કોડીન ફોસ્ફેટ કફ સીરપની 607 બોટલ સાથે એક શખસને પકડી પાડ્યો, નિલમબાગ પોલીસે ગુનો નોંધ્યો

    8 hours ago

    ભાવનગર એસઓજી પોલીસ દ્વારા શહેરના જવાહર મેદાન નજીક વાલ્મીકીવાસ સામે બિનઅધિકૃત રીતે રાખવામાં આવેલા કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઝડપાયેલ શખ્સ પાસેથી 607 બોટલ નશાકારક કફ સીરપ તથા મોબાઇલ મળી કુલ રૂ. 89,408નો મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી કચેરીથી મળતી માહિતી મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી સ્ટાફે ભાવનગર શહેરના જવાહર મેદાન સામે રસાલા કેમ્પ, મફતનગર જવાહર મેદાનથી ક્રેસન્ટ સર્કલ જવાના રસ્તે વાલ્મીકીવાસ સામે બિનઅધિકૃત રીતે રાખેલ કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપના જથ્થા સાથે એમદ ઉર્ફે અહેમદભાઈ અલ્તાફભાઈ સેતા ઉ.વ. 27 રહે. દાંતીયાવાળી શેરી, દિવાનપરા રોડ, ભાવનગરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ શખસ પાસેથી કોડીન ફોસ્ફેટ નશાકારક કફ સીરપની 607 બોટલ કિ.રૂ. 87,408 તથા એક મોબાઇલ કિ.રૂ. 2,000 મળી કુલ કિ.રૂ. 89,408 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. શખસને ઝડપી તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને એસઓજીના એ.એસ.આઇ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘He used to be that kind of person’: Why Farah Khan was ‘traumatised’ and did not want to work with Akshaye Khanna in the ’90s; expert on repairing professional relationships
    Next Article
    Trump Pushes For 'Enthusiasm' From US Allies To Secure Strait of Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment