Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં આંગડિયા વેપારી સાથે 60.63 લાખની છેતરપિંડી:વિશ્વાસ કેળવી રાજકોટથી રકમ ઉપાડી, બે સામે ફરિયાદ નોંધાઈ.

    2 days ago

    મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે રૂ. 60,63,400 ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ જામનગર જિલ્લાના કેસીયા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર નીતિન સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિપુલભાઈ મોતીભાઈ ગોધાણી, જે આંગડિયા પેઢીનો વ્યવસાય કરે છે, તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમણે મોરબીના શક્તનાળાના જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અને મોરબીના નિમેષભાઈ આચાર્ય વિરુદ્ધ આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ અગાઉ ફરિયાદીની આંગડિયા પેઢી મારફતે અનેકવાર વ્યવહારો કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ, આરોપીઓએ તેમના સાથીદારો સાથે કાવતરું રચી ફરિયાદી પાસેથી રાજકોટ ખાતે આવેલી શ્રીજી આંગડિયા પેઢીમાં રૂ. 60,63,400 નું આંગડિયું કરાવ્યું હતું. આ રકમ આરોપી નિમેષ દ્વારા આંગડિયા મારફતે ઉપાડી લેવામાં આવી હતી. રકમ ઉપાડ્યા બાદ આરોપીઓએ તેમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીને રૂ. 60,63,400 ની રકમ પરત કરવામાં આવી ન હતી કે પહોંચાડવામાં પણ આવી ન હતી. આ સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના વિઝા અપાવવાના નામે અમદાવાદની યુવતી સાથે ઠગાઈ:ફ્લાઇટ ટ્રેનિંગ વિઝાના 23 લાખ રૂપિયા ખંખેર્યા, પાસપોર્ટ પર ખોટો સ્ટેમ્પ લગાવી વિદેશ મોકલવાનો પ્રયાસ
    Next Article
    જામનગરના 400 વર્ષ જૂના દુ:ખભંજન મહાદેવ મંદિરે વિશેષ શણગાર દર્શન:શ્રાવણના બીજા સોમવારે 121 દિવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment