Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલીમાં ભાજપ અને 'આપ' ઉમેદવારના એજન્ટો વચ્ચે ઝપાઝપી:જૂનાગઢમાં જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે 60.56% મતદાન, કેશોદ નગરપાલિકામાં 57.47% મતદાન

    22 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વહેલી સવારના 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. સમગ્ર જિલ્લામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, દિવસ દરમિયાન વંથલી તાલુકાના સેંદરડા ગામે બનેલી એક અપ્રિય ઘટનાને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ટેટિવ આંકડા મુજબ, જિલ્લામાં લોકશાહીના આ પર્વમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. પુરુષ મતદારોમાં મતદાનનું પ્રમાણ 64.93% રહ્યું ​જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં કુલ 60.56% મતદાન નોંધાયું છે. જાતિવાર વિગતો જોઈએ તો પુરુષ મતદારોમાં મતદાનનું પ્રમાણ 64.93% રહ્યું છે, જ્યારે સ્ત્રી મતદારોમાં આ પ્રમાણ 55.72% નોંધાયું છે. જિલ્લાના કુલ 7,71,030 મતદારોમાંથી 4,66,908 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જેમાં 2,62,668 પુરુષો અને 2,04,240 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ મતદાન માળિયા હાટીના તાલુકામાં 66.80% જોવા મળ્યું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન જૂનાગઢ તાલુકામાં 57.27% નોંધાયું છે. ​માળિયા હાટીનામાં સ્ત્રીઓએ પણ 62.39% જેવું ઊંચું મતદાન કરીને નવો રાહ ચીંધ્યો વિવિધ તાલુકાઓના મતદાનની ટકાવારી પર નજર કરીએ તો, વંથલીમાં 61.17%, માણાવદરમાં 61.46%, વિસાવદરમાં 58.04%, ભેંસાણમાં 58.07% અને મેંદરડામાં 60.21% મતદાન થયું છે. એવી જ રીતે કેશોદ તાલુકામાં 60.01% અને માંગરોળમાં 59.73% મતદાન નોંધાયું છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિ જોવા મળી છે. ખાસ કરીને પુરુષોની સરખામણીએ સ્ત્રીઓના મતદાનની ટકાવારી તમામ તાલુકાઓમાં થોડી ઓછી રહી છે પરંતુ, માળિયા હાટીનામાં સ્ત્રીઓએ પણ 62.39% જેવું ઊંચું મતદાન કરીને નવો રાહ ચીંધ્યો છે. ​સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીની સાથે જ કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કુલ 57.47% મતદાન થયું છે. અહીં કુલ 53,495 મતદારોમાંથી 30,741 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં પુરુષોનું મતદાન 61.43% અને સ્ત્રીઓનું મતદાન 53.15% રહ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં 17,133 પુરુષો અને 13,608 સ્ત્રીઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરી સ્થાનિક સરકાર ચૂંટવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. પ્રિસાઈડિંગ ઓફિસરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક 'ક્લોઝ બટન' દબાવી દીધું ​ચૂંટણીની આ પ્રક્રિયા દરમિયાન વંથલી તાલુકાના સેંદરડા ગામે એક હિંસક ઘટના બની હતી. મતદાન મથક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના એજન્ટો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. આ સંઘર્ષને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું અને એક મોટું ટોળું મતદાન મથક સુધી ધસી આવ્યું હતું. પરિસ્થિતિ વણસે નહીં અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે ફરજ પરના પ્રિસાઈડિંગ ઓફિસરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક 'ક્લોઝ બટન' દબાવી દીધું હતું અને મતદાન અટકાવી દીધું હતું. ​આ ઘટનાની જાણ થતા જ ચૂંટણી અધિકારી કનકસિંહ ગોહિલ અને પ્રાંત અધિકારી કાફલા સાથે સેંદરડા ગામે પહોંચ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રજિસ્ટર મુજબ થયેલા 663 મતોની ઝીણવટભરી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ પણ પ્રકારનું બોગસ મતદાન થયું હોવાનું જણાયું નહોતું. સુરક્ષાની ખાતરી કર્યા બાદ, તંત્ર દ્વારા EVM બદલી નાખવામાં આવ્યું હતું અને ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે માથાકૂટ મતદાન મથકની બહારના ભાગમાં થઈ હોવાથી, જે તે પક્ષો પોતાની રીતે પોલીસ ફરિયાદ કરી શકે છે.આ ઘટનાને બાદ કરતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે અને હવે તમામ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. હવે સૌની નજર આવનારા પરિણામો પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ:સુરેન્દ્રનગરમાં તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, હવે 28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે
    Next Article
    Donald Trump Pushes 'Ballroom' Agenda With 'Won't Have Happened' Post On Shooting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment