Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એક વેપારીના બેંક એકાઉન્ટમાંથી 6.02 લાખ ઉપડી ગયા:કેટરર્સ સંચાલકે ફિનાઈલ પી અને માતા-પિતાના વિયોગમાં પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

    23 hours ago

    રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરી, સાયબર ફ્રોડ તેમજ કટોકટીના કારણે આપઘાતના પ્રયાસની ગંભીર ઘટનાઓ સામે આવી છે. સાયબર ઠગોએ 24 કલાકમાં વેપારીના ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લીધા છે, તો બીજી તરફ રેલ્વે પોલીસે દારૂના મોટા જથ્થા સાથે એક બુટલેગરને દબોચ્યો છે. દિવસ દરમિયાન બનેલી મુખ્ય ઘટનાઓનો વિગતવાર અહેવાલ નીચે મુજબ છે: માત્ર 24 કલાકમાં વેપારી પ્રવિણસિંહના ખાતામાંથી 6.02 લાખ સાફ પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા અને રાજકોટમાં વેપાર કરતા પ્રવિણસિંહ જાડેજા સાથે મોટી ઓનલાઇન છેતરપિંડી થઈ છે. ગત 15 જૂન, 2026ના રોજ બેંક તરફથી તેમને જાણ કરાઈ હતી કે તેમના ખાતામાં બેલેન્સ નથી. પ્રવિણસિંહે સ્ટેટમેન્ટ ચેક કરતા માલૂમ પડ્યું કે 12 મેથી 13 મે દરમિયાન સાયબર ઠગોએ તેમની મંજૂરી વિના ખાતામાં એક્સેસ મેળવીને અલગ-અલગ 10 જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને માત્ર 24 કલાકમાં રૂ. 6.02 લાખ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 35 લાખ ચૂકવ્યા બાદ પણ દસ્તાવેજમાં સહી માટે 2 લાખ મંગાતા કેટરર્સ સંચાલકનો આપઘાતનો પ્રયાસ શહેરના શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રહેતા અને કેટરર્સનો ધંધો કરતા અલ્પેશભાઈ લીંબાસીયા (ઉં.વ. 36) એ ત્રણ વર્ષ પહેલાં રમેશભાઈ નામના વ્યક્તિ પાસેથી 16 લાખ રોકડા આપી મકાન ખરીદ્યું હતું. લોન રમેશભાઈના નામે ચાલુ હોવાથી અલ્પેશભાઈ દર મહિને 50,000નો હપ્તો ભરતા હતા અને કુલ રૂ. ૩૫ લાખ ચૂકવી ચૂક્યા હતા. તાજેતરમાં રમેશભાઈનું અવસાન થતાં મકાન તેમના દીકરાના નામે ચડ્યું હતું. આર્થિક સંકડામણ હોવાથી અલ્પેશભાઈએ મકાન વેચવાનું નક્કી કર્યું હતું. જોકે, દસ્તાવેજમાં સહી કરવાના બદલામાં રમેશભાઈના દીકરાએ 2 લાખની લાંચ માંગી ધમકી આપી હતી. 35 લાખ ભર્યા છતાં મકાન પોતાના નામે ન થતાં અલ્પેશભાઈએ માનસિક તણાવમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. મુઝફરપુર-પોરબંદર એક્સપ્રેસમાંથી દારૂની 50 બોટલ સાથે ગોંડલનો બુટલેગર ઝડપાયો અમદાવાદ રેલ્વે એલસીબીના પીઆઈ જે.આર. દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ રેલ્વે એલસીબી પીએસઆઇ જે.એચ. પરમારની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ રેલ્વે સ્ટેશને એક સફળતા મેળવી છે. મુઝફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા સિપ્તેનરજા શબ્બીરભાઇ મીઠાણી (ઉ.વ. 21, રહે. ગોંડલ) નામના શખ્સની તલાશી લેતા તેના સામાનમાંથી 8130ની કિંમતનો 50 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પૂછતાછમાં તેણે કબૂલ્યું હતું કે, તે આ દારૂ અજમેરથી લાવ્યો હતો અને ગોંડલ વેચવા જઈ રહ્યો હતો. બીમાર પતિને સાજો કરવાના બહાને કીન્નરના વેશમાં ગઠિયો સોનાનું માદેળીયું સેરવી ગયો રૈયારોડ પર આવેલી મારવાડી સોસાયટીમાં અંધશ્રદ્ધા ફેલાવી છેતરપિંડીની અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક અજાણ્યો ગઠિયો કીન્નરનો વેશ ધારણ કરીને એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. મહિલાના લકવાગ્રસ્ત પતિને સાજો કરી દેવાની ખોટી લાલચ આપી, નજર ઉતારવાના બહાને મહિલાના ગળામાંથી 50,000ની કિંમતનું 5 ગ્રામનું સોનાનું માદેળીયું (તાવીજ) કઢાવી પાણીના ગ્લાસમાં નખાવડાવ્યું હતું. ત્યારબાદ નજર ચૂકવીને તે સોનાનું તાવીજ લઈ બાઇક પર ઉભેલા સાથીદાર સાથે ફરાર થઈ ગયો હતો. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. કૌટુંબિક વિવાદો અને વિયોગના કારણે આપઘાતના અન્ય બે પ્રયાસ માતા-પિતાની યાદમાં: સામખીયાળી ખાતે મજૂરી કામ કરતા 20 વર્ષીય મેહુલ પ્રતાપભાઈ વાંઝાએ માતા-પિતાના વિયોગ અને તેમની યાદ આવતા ઝેરી દવા પી લીધી હતી. તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પુત્રને મળવા ન દેતા: લોધીડા ગામે રહેતા અને સાઉન્ડ સિસ્ટમનું કામ કરતા સંદીપ દાણીધરીયાએ પણ ઝેરી દવા પી લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તેની પત્ની છેલ્લા સાત મહિનાથી રિસામણે છે અને તે પુત્રને મળવા દેતી ન હોવાથી કંટાળીને સંદીપભાઈએ આ પગલું ભર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Editor’s View: તીસ્તા નદી પર ચીનનો ડોળો:બાંગ્લાદેશ સાથે મળીને ભારતને ઘેરવાનો કારસો, 7 રાજ્ય જોખમમાં, મૃત્યુના 3 હજાર કલાક પછી ખામેનીની દફનવિધિ, મોદી ઈરાન જશે?
    Next Article
    અકસ્માત કે ટ્રાફિક જામ થયો તો એજન્સીઓ જવાબદાર:સુરત મનપાએ ચોમાસા પૂર્વે મેટ્રો અને SITCOને આપ્યા કડક આદેશ, મેયર અને મ્યુ.કમિશનરે પ્રોજેક્ટ્સની ઝીણવટભરી સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment